________________
ગાથા – ૫૮]
ભુલી ગયું હોય અથવા અહીં કોણ આવે છે? માટે પછી લઈ લેશું એમ ધારીને કોઈક હીરા મુકી ગયું હોય તો હીરા પડયા દેખાય. મુનિ તેને જોવે, છતાં તેને લેવાના પરિણામને છોડે છે.
માણસનો સંચાર નથી ત્યાં મુનિ પહોંચી જાય?
(હા.) જુઓ, માણસનો સંચાર નથી ત્યાં મુનિ જય એમ અહીં કહ્યું છે. અહા! પહેલાં તો એમ કહ્યું કે અરણ્યમાં મનુષ્યનો સંચાર ન હોય અને છતાં ત્યાં કોઈ ચીજ તાયેલી, મુકાયેલી, પડી ગયેલી અથવા ભુલાઈ ગયેલી હોય એમ કહે છે. હવે, “ચીજ ભુલાઈ ગયેલી હોય' એમ કહ્યું ત્યાં પશુની વાત તો હોય નહીં, પણ મનુષ્યની વાત હોય) અને તેમાં તે અરણ્યમાં) મુનિ આવી ગયા એમ કહે છે. કેમ કે ત્યારે તો પરવસ્તુને દેખીને એમ કહ્યું છે ને?
કહે છે કે આવાં ગ્રામ, નગર કે અરણ્યમાં બીજાથી તાયેલી, મુકાયેલી, પડી ગયેલી કે ભુલાઈ ગયેલી પરમત્યું - પરવસ્તુને, પારકી વસ્તુને-હીરા દેખાય તો પણ તેને— લેવાના પરિણામને મુનિ છોડે છે. અહા! અહીંયા મુનિની વાત છે કે તેઓ ‘વસ્તુ છે' એમ જોવે તો છે, છતાં પણ તેને લેવાના પરિણામને છોડે છે. ‘લાવને, આ હીરા લઈ જાઉં. પછી કોઈને આપી દઈશ અથવા ધર્માદામાં વાપરીશ અથવા ગૃહસ્થને આપું તો તેનાથી મંદિર બનશે” – એવા પરિણામ મુનિને હોય નહીં. પરંતુ જ્યાં પરવસ્તુને લેવાના પરિણામને જ તેઓ છોડી દે છે ત્યાં પછી ‘આ કરશું અને તે કરશું’ એ પ્રશ્ન જ ક્યાં રહે છે? તથા જેને વસ્ત્રનો તાણો પણ ન હોય તેને આવા (-પરવસ્તુના) પરિગ્રહ હોય અથવા તો તેઓ પરિગ્રહને પકડે એમ હોઈ શકે નહીં. તેઓ આવા પરિણામને છોડી દે છે એમ ફક્ત અહીં કહ્યું છે એટલે એમ નથી કહેવું કે પરવસ્તુને ગ્રહવાના પરિણામ તેમને આવી જાય છે અને પછી તેને છોડી દે છે. પરંતુ એવા પરિણામ થવા જ દેતા નથી એ વાત અહીં લેવી છે. અહીં કહ્યું કે સમ્યગ્દર્શન સહિત સ્વરૂપની ચારિત્રદશાને યોગ્ય વીતરાગતા – છઠ્ઠી-સાતમા ગુણસ્થાનને યોગ્ય ચારિત્ર – સહિત જે (મુનિ) છે તેને આવા ત્રીજા વ્રતના પરિણામ હોય છે, છતાં છે તે પુણ્યબંધનું કારણ.