________________
૩૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શ્લોક
જુઓ ને, કેવી વાત કરે છે! કે‘આર્વતિ રત્નાનાં અર્થાત્ આવા શુભભાવ ચૈતન્યરત્નને આકર્ષે છે એમ નહીં, પણ તે બાહ્યરત્નના ઢગલાને આપે છે એમ કહે
છે.
-
૭૮ ઉપરનું પ્રવચન
‘આ ઉગ્ર અચૌર્ય આ લોકમાં રત્નોના સંચયને આકર્ષે છે અને (પરલોકમાં) સ્વર્ગની સ્ત્રીઓના સુખનું કારણ છે તેમ જ ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ છે.’
ગ્ર=ઊંચું. શુભભાવના ફળમાં રત્નના ઢગલાં તેની પાસે આવે છે એમ કહે છે. જેણે રત્ન લેવાના પરિણામ છોડ્યા તેને એ શુભભાવના ફળમાં બાહ્યમાં રત્નના ઢગલાં મળશે, પણ ચૈતન્યરત્નની પ્રાપ્તિ થશે એમ નહીં બને. અહીં કહ્યું કે અચૌર્યવ્રતના પરિણામ મનુષ્યપણામાં રત્નોના ઢગલાંને આકર્ષે છે - ખેંચે છે. એટલે કે તેની પાસે રત્નોના ઢગલાં આવશે. તથા તે સ્વર્ગની સ્ત્રીઓના સુખનું કારણ છે, પણ આત્માના સુખનું કારણ છે નહીં. કેમ કે વ્રતના પરિણામ શુભરાગ-પુણ્ય છે.
અહા! સમ્યગ્દર્શન-આત્માના અનુભવ સહિત વીતરાગ પરિણતિની ભૂમિકામાં અચૌર્યવ્રતનો જે ભાવ હોય તેનું ફળ આ લોકમાં - મનુષ્યભવમાં - રત્નોના સંચયને
આકર્ષે તે છે અને પરલોકમાં—સ્વર્ગમાં—ત્રીઓ મળવામાં નિમિત્ત થાય તે છે. નિશ્ચયના (-આત્માના) ભાન સહિત વ્રતનો શુભરાગ છે ને? અને તેમાં એટલો અશુભરાગ પણ ટળ્યો છે ને? એટલે હવે કહે છે કે ‘ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ છે.’ (સમયસારના) મોક્ષ અધિકારમાં પણ આવે છે ને? કે ‘ક્રમે ક્રમે મટાડવામાં...' (ગા.૩૦૬/૭) ‘ક્રમે-ક્રમે’ નો અર્થ એ છે કે અત્યારે શુભભાવથી અશુભભાવ ટળ્યો છે અને પછી તે શુભભાવને પણ ક્રમે-ક્રમે ટાળશે.
જુઓ, ત્રણ વાત લીધી છે કે અચૌર્યવ્રતનો શુભભાવ (૧) આ ભવમાં રત્નોના સંચયને આકર્ષે છે, (૨) પરલોકમાં સ્વર્ગની સ્ત્રીના સુખનું કારણ છે અને (૩) ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ છે. પરંતુ આ મુનિના વ્રતની વાત છે હો. કેમ