________________
ગાથા – ૫૮]
[૩૧
કે અજ્ઞાનીને તો વ્રત હોય નહીં અને તેથી તેની અહીંયા વાત છે નહીં. અહીંયા તો આત્માના ભાન સહિત ઉગ્ર આનંદની પરિણતિની ભૂમિકામાં મુનિને જે આવા વ્રત હોય છે તેની વાત છે. જ્યારે અજ્ઞાનીને હજુ દષ્ટિ જ મિથ્યા છે ત્યાં વ્રત કેવાં? જ્યાં ત્રિકાળી વસ્તુનો સ્વીકાર જ નથી અને સ્વીકાર જ જ્યાં અંશ ને રાગનો છે ત્યાં અર્થાત્
જ્યાં દષ્ટિ અને ભૂમિકા જ વિપરીત છે ત્યાં વ્રત કેવાં? એવા વ્રત અને તપને તો બાળવ્રત અને બાળતપ કહેવામાં આવે છે. બાળવ્રત અને બાળતપ એટલે મૂર્ખાઈ ભરેલાં વ્રત અને તપ.
અહા! કહે છે કે મિથ્યાત્વથી બળેલાને વ્રત કેવાં? અજ્ઞાનીને અંદરમાં મિથ્યાત્વથી અને જૂઠાં ભાવથી મહા કષાય-અગ્નિ સળગી રહી છે. તેથી તેને આવા અચૌર્યવ્રત આદિ ક્યાંથી હોય? આવા વ્રતના પરિણામ તો, આત્મસ્વભાવના આશ્રમમાં મુનિને વીતરાગ પરિણતિ પ્રગટ થઈ છે પણ પૂર્ણ વીતરાગતા થઈ નથી એટલે હોય છે. અને તે વ્રત ક્રમે ક્રમે મુક્તિનું કારણ છે એટલે કે તે (વ્રતનો) રાગ છૂટીને પૂર્ણ વીતરાગ થશે અને મોક્ષ પામશે...
પ્રવચન નં. NST / પર
તારીખ ર૨-૬-૭૨
ગાથા - ૫૮] શ્લોક - ૭૮ ઈ