________________
૧૭૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
દ્રવ્યલીંગીઓ ભલે તન નગ્ન હોય અને તેમને પંચ મહાવ્રતનો વિકલ્પ પણ ભલે હોય, છતાંપણ તેઓ બધા સ્વછંદવૃત્તિવાળા છે. કેમ કે તેમને અંદરમાંથી ભગવાન આત્મા જાગ્યો નથી. વ્યવહારને જાણનાર જગ્યા વિના વ્યવહારની બધી વૃત્તિઓને સ્વચ્છેદવૃત્તિ કહી છે.
છે શ્લોક - ૮૮ ઉપરનું પ્રવચન જિનમતમાં કુશળ અને સ્વાત્મચિંતનમાં પરાયણ એવા યતિઓને આ સમિતિ મુક્તિ સામ્રાજ્યનું મૂળ છે.” ભાષા જુઓ! શું કહે છે? કે “જિનમતમાં કુશળ” અર્થાત્ વીતરાગી દષ્ટિ અને વીતરાગી ભાવમાં કુશળ. અહા! જિનમત કાંઈ સંપ્રદાય નથી, (પણ વસ્તુનું સ્વરૂપ છે.) તો, વીતરાગી-અકષાયસ્વરૂપ વસ્તુ ભગવાન આત્મા છે તેમાં નિપૂણતા જેને પર્યાયમાં પ્રગટ થઈ છે તેને જિનમતમાં કુશળ કહેવામાં આવે છે.
મુનિરાજ શામાં કુશળ છે?
મુનિ જિનમતમાં - વીતરાગી ભાવમાં - કુશળ છે એમ અહીં કહે છે. તથા તેઓ સ્વાત્મચિંતનમાં પરાયણ છે એટલે કે પૂર્ણાનંદમય જ્ઞાયક એવા પોતાના આત્મામાં એકાગ્ર થવા માટે પરાયણતત્પર છે. અહીં ચિંતન એટલે એકાગ્રતા છે. આવા યતિઓને – સ્વરૂપની યતના-જતના કરનારાઓને....
પણ મુનિએ સ્વરૂપની યતના-જતના શી રીતે કરી?
મુનિએ વીતરાગભાવમાં કુશળતા દ્વારા સ્વરૂપની યતના-જતના કરી છે. અહા! કહે છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ દશા જેને પ્રગટી છે અને તેમાં જે કુશળ છે તથા આત્મામાં એકાગ્રતા કરવા જે તત્પર છે એવા યતિઓને આ (નિશ્ચય) સમિતિ મુક્તિરૂપી સામ્રાજ્યનું મૂળ કારણ છે. લ્યો, મુક્તિરૂપી સામ્રાજ્યનું કારણ આ સમિતિ છે એમ કહે છે. પરંતુ આ એક જ સમિતિ કારણ છે હોં, વ્યવહાર સમિતિ નહીં. અહીં તો વ્યવહારસમિતિની વાત પણ કરી નથી.
અહા ! શ્રી પદ્મપ્રભમલધારીદેવ મુનિ-ભાવલીંગી સંત છે. તેઓ અહીં કહે છે કે જેને જિનમતમાં – આત્માના વીતરાગસ્વરૂપમાં – કુશળતા પર્યાયમાં પ્રગટી છે અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-શાંતિ જેને પ્રગટ્યાં છે અને તેમાં જે નિપૂણ છે તથા જે પોતાના