________________
ગાથા – ૬૫]
[૧૭૧
સ્વરૂપના ધ્યાનમાં પરાયણ છે પણ રાગાદિ કે વ્યવહારસમિતિમાં પરાયણ નથી તેને આ નિશ્ચય સમિતિ મુક્તિનું કારણ છે. જુઓ, મુનિ રાગાદિક કે વ્યવહારસમિતિમાં પરાયણ નથી એમ કહે છે. કેમ કે મુનિ રાગ-વ્યવહારથી તો મુક્ત છે. (હા), તેમને વ્યવહાર સમિતિનો રાગ હોય છે આવી જાય છે, પણ તે બંધનું કારણ છે. તો, કહ્યું કે અબંધસ્વરૂપી આત્મા જેના ભાનમાં નથી તેની વ્યવહાર સમિતિ તો સ્વચ્છેદવૃત્તિમાં ગણવામાં આવે છે. પણ જેને આત્માનું ધ્યાન વર્તે છે તેની નિશ્ચયસમિતિ મુક્તિરાજનું મૂળ છે.
કામદેવના તીણ અસ્ત્રસમૂહથી ભેદાયેલા હૃદયવાળા મુનિગણોને તે (સમિતિ) ગોચર નથી જ હોતી'. કામદેવના તીક્ષ્ણ અન્નસમૂહથી ભેદાયેલા હૃદયવાળા એટલે કે એકલી ઈચ્છામાં જ જોડાયેલા; ઈચ્છા વિનાની ચીજ એવા આત્માના દષ્ટિ અને અનુભવ વિનાના. અહા ! સમ્યગ્દર્શન અને જ્ઞાનમાં એકલો આત્મા તરવરતો હોય છે. પરંતુ આવા સમ્યગ્દર્શન અને જ્ઞાન જેને નથી તે અજ્ઞાની ઈચ્છામાં–કામદેવના તીક્ષ્ણ અન્નસમૂહની ધારામાં – વર્તે છે એમ અહીં કહે છે. આવા અજ્ઞાનીને કહે છે કે, ભાઈ! રાગની ભાવનાથી તારું હૃદય ભેદાય ગયું છે હોં. પૂર્ણાનંદનો નાથ વીતરાગી ભગવાન આત્માને પડખે તો તું ચડ્યો નથી અને આ રાગના પડખે તું ચડ્યો છો તો તારું હૃદય કામદેવના તીક્ષ્ણ અન્નસમૂહથી ભેદાય ગયું છે. તેથી તને આવી નિશ્ચયસમિતિ હોતી નથી. ભલે તું દ્રવ્યલીંગી થઈને બહારમાં વસ્ત્રત્યાગી હોય અને પાંચ મહાવ્રતાદિ ૨૮ મૂળગુણ પાળતો હોય, તોપણ તને આ સમિતિ હોતી નથી.
લોકોને આ એવું લાગે છે કે શું મુનિનું સ્વરૂપ આવું છે? (અર્થાત્ આ તો બહુ ઊંચી વાત છે.) પણ બાપા! મુનિનું સ્વરૂપ આવું જ છે ને ભાઈ! જુઓ ને? અહીં તો રાગની ક્રિયા વિનાના અક્રિયસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આનંદઘન આત્માનો અનુભવ જેને નથી તે બધા દ્રવ્યલીંગી યતિઓના પંચ મહાવ્રતના પરિણામને સ્વચ્છંદમાં નાખ્યા છે. કેમ કે ભગવાનની આજ્ઞાનો નિશ્ચય સહિતનો વ્યવહાર તેમને છે નહીં. તેમનો વ્યવહાર તો તેમનો પોતાનો ધારેલો (-માનેલો) છે અને તેથી સ્વચ્છેદ છે. અહો! સંતોની વાણી પણ કોઈ અલૌકિક)
શ્રીમદ્જીએ કહ્યું છે ને? કે શ્વેતાંબરની મોળાશને લઈને રસ ઠંડાતો ગયો અને દિગંબરોના તીવ્ર વચનોને લઈને રહસ્ય કઈક સમજી શકાય છે કે આવી વસ્તુ છે. વિપરીત દષ્ટિ થયા પછી જ્યારથી શ્વેતાંબર પંથ નીકળ્યો છે ત્યારથી તેઓ મોળું-ઢીલું (વિપરીત) કરતા ગયા છે, બધામાં અપવાદ માનવા લાગ્યા છે. જેમ કે મુનિને વસ્ત્ર-પાત્ર ખપે,