________________
૧૭ ૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ- ૩
જે મુનિ દ્રવ્યાનુયોગમાં નિપૂણ હોય તે સદોષ આધાકર્મી – પોતાના માટે કરેલો આહાર લે તેમાં વાંધો નથી. આ બધી ગપગપ વાતો છે. ધૂળેય મુનિને વસ્ત્ર-પાત્ર ખપે નહીં સાંભળી ને તેમ જ જો મુનિ દ્રવ્યાનુયોગમાં નિપૂણ ન હોય તો મુનિ કઈ રીતે હોય? અરે! જે સાચા મહાન સંત હોય તેને પોતાના માટે કરેલો આહાર લેવાનો વિકલ્પ જ ન હોય. જે પોતાના માટે કરેલો આહાર લેવાનો વિકલ્પ હોય તો તે ભોગનો જ કામી છે. “મો નિમિત્ત -એમ (સમયસારના) બંધ અધિકારમાં (ગાથા-ર૭૫માં) આવે છે ને? અર્થાતુ તેનો (-દ્રવ્યલીંગીનો) રાગ ભોગને માટે જ છે, પણ અતીન્દ્રિય આનંદના ભોગને માટે નથી. રાગ વિનાનો ચૈતન્ય આત્મા તેને ભાનમાં આવ્યો નથી. તેથી તેના પંચ મહાવ્રતાદિના બધા પરિણામ ભોગને માટે છે એમ કહે છે. કેવળીના કેડાયત દિગંબર મુનિઓની-સંતોની વાત ગજબ છે. જે મારગ કેવળીએ પ્રરૂપ્યો છે તે જ મારગ દિગંબર મુનિઓએ-સંતોએ કહ્યો છે. આવી વાત બીજે ક્યાંય નથી. અહીં કહ્યું કે અજ્ઞાનીને વ્યવહારસમિતિ પણ ગમ્ય નથી અર્થાત્ વ્યવહારસમિતિનું પણ ભાન નથી. કેમ કે જ્યાં નિશ્ચય નથી ત્યાં વ્યવહારનું પણ ભાન હોતું નથી.
શ્લોક - ૮૯ ઉપરનું પ્રવચન કર્યું હે મુનિ! સમિતિઓમાંની આ સમિતિને - કે જે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે,..' સમિતિઓમાંની આ સમિતિ = પાંચમી પ્રતિષ્ઠાપન સમિતિ. અંદર શુદ્ધ પરિણમનરૂપ સમિતિ છે તે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે એટલે કે નિશ્ચયસમિતિથી મુક્તિ થાય છે. શુદ્ધસ્વભાવના અંતર આશ્રયથી શુદ્ધ પરિણતિરૂપ નિશ્ચયસમિતિ પ્રગટે તે નિશ્ચય સમિતિની આ વાત છે હોં. તો, કહે છે કે પૂર્ણ શુદ્ધસ્વભાવનું ગ્રહણ અને રાગાદિનો ત્યાગ –એવી જે સમિતિ છે તે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે એટલે કે તેનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
જે ભવભવના ભયરૂપી અંધકારને નષ્ટ કરવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે....' ભવભવનો ભય = રાગાદિભાવ. રાગાદિભાવરૂપ અજ્ઞાન-અંધકારને નષ્ટ કરવા માટે નિશ્ચયસમિતિ પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે.