________________
ગાથા – ૬૫]
[૧૭૩
| ‘તથા તારી સત્-દીક્ષારૂપી કાન્તાની (સાચી દીક્ષારૂપી પ્રિય સ્ત્રીની) સખી છે.....' સતુ-દીક્ષા = સાચી દીક્ષા. વીતરાગસ્વભાવનો આશ્રય લઈને જેણે વીતરાગી પરિણતિ પ્રગટ કરી છે તેને સત્-સાચી દીક્ષા હોય છે. લ્યો, આ બધા (દ્રવ્યલીંગી) વ્યવહાર દીક્ષા અંગીકાર કરે છે તે સાચી દીક્ષા નથી એમ કહે છે. અહીં કહ્યું કે આ નિશ્ચયસમિતિ સત્-દીક્ષારૂપી કાન્તાની સખી છે.
તેને હવે પ્રમોદથી જાણીને,” -અંતરમાં આનંદસ્વરૂપ આત્માના પરિણમનરૂપ આવી પાંચમી સમિતિ છે તેને પ્રમોદથી જાણીને,
“જિનમતકથિત તપથી સિદ્ધ થતા એવા કોઈ (અનુપમ) ધ્રુવ ફળને તું પામીશ.” જિનમતકથિત તપ = વીતરાગે કહેલું એવું મુનિપણું. સર્વજ્ઞ પરમેશ્વરે કહેલું એવું વીતરાગી દશારૂપ મુનિપણું છે તેનાથી સિદ્ધ થતા એવા અનુપમ ધ્રુવ ફળને તું પામીશ એટલે કે તું મુક્તિને પામીશ એમ કહે છે. અહા! પદ્મપ્રભમલધારીદવની ભાષા તો જુઓ!
પ્રશ્ન:- આ શ્લોકમાં વ્યવહાર સમિતિની વાત છે?
સમાધાન:- (ના), નિશ્ચયસમિતિની વાત છે. વ્યવહાર સમિતિની વાત ભલે (ગાથામાં) ચાલે છે, પણ તે વ્યવહાર સમિતિની વાતમાંથી નિશ્ચયસમિતિની વાત કાઢી છે કે આવી નિશ્ચયસમિતિવાળાને જ વ્યવહારસમિતિ હોય છે અને તોપણ નિશ્ચયસમિતિ છે તે જ મુક્તિનું કારણ છે એમ અહીં બતાવવું છે. તો, કહ્યું કે અંતરમાં પૂર્ણસ્વરૂપ આત્માના શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા તે જિનમતકથિત મુનિપણું છે અને એવા મુનિપણાથી તું મોક્ષદશાને પામીશ....
છે શ્લોક - ૯૦ ઉપરનું પ્રવચન ; “સમિતિની સંગતિ દ્વારા... એટલે કે શુદ્ધ વીતરાગી પરિણતિરૂપ સમિતિના સંબંધ દ્વારા “ખરેખર મુનિ મન-વાણીને પણ અગોચર (-મનથી અચિંત્ય અને વાણીથી અકથ્ય) એવું કોઈ કેવળ સુખામૃતમય ઉત્તમ ફળ શીઘ પામે છે.” અર્થાત્ મોક્ષને પામે છે. અહા ! મુનિએ પોતાના પૂર્ણ સ્વભાવની વીતરાગ નિર્વિકલ્પ પરિણતિ છે તેની સાથે સંગતિ કરી છે – સંબંધ કર્યો છે. અને એવા મુનિ કેવળસુખરૂપી અમૃતમય એવી મુક્તિને શીધ્ર પામે છે અર્થાત્ અલ્પ કાળમાં મુનિની મુક્તિ થાય છે.