________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
‘અતિપ્રશસ્ત એટલે મનોહર (અન્ન); હરિતકાયમય સૂક્ષ્મ પ્રાણીઓના સંચારને અગોચર તે પ્રાસુક (અન્ન)- એમ (શાસ્ત્રમાં) કહ્યું છે.'
આહાર (૧) નવ કોટિએ શુદ્ધ-નિર્દોષ હોવો જોઈએ.
૧૨૨]
(૨) રોગ અને પ્રમાદાદિમાં નિમિત્ત ન હોય એવો હોવો જોઈએ. અને (૩) એકેદ્રિય જીવનો પણ અંદરમાં સંચાર ન હોય એવો હોવો જોઈએ.
આવા આહારને શાસ્ત્રમાં પ્રાસુક આહાર કહ્યો છે અને આવો આહાર મુનિને હોય છે. -આ વ્યવહાર એષણાસમિતિની વાત છે હોં. નિશ્ચયસમિતિમાં તો પ્રભુ આત્મા અણાહારી છે એટલે અંદરમાં અણાહારીમય પરિણમન છે તે નિશ્ચય એષણાસમિતિ છે. અને એ વાત પછી આવશે. પ્રવચનસારની ૨૨૭ મી ગાથાનો આધાર આપીને તેમાં કહેશે કે નિશ્ચય એષણાસમિતિ આને કહીએ. જ્યારે આ તો વ્યવહાર એષણાસમિતિની વાત ચાલે છે કે જેને નિશ્ચય એષણાસમિતિ હોય તેને આવી વ્યવહાર એષણાસમિતિ હોય છે. પરંતુ જેને હજુ વ્યવહાર એષણાસમિતિના પણ ઠેકાણા નથી તેને નિશ્ચય એષણાસમિતિ હોતી નથી.
(૧) ‘પ્રતિગ્રહ’ - સાધુ આહાર માટે આવે એટલે ગૃહસ્થ એમ કહે કે આહાર-પાણી શુદ્ધ છે વગેરે તે. (પડગાહન કરવું.)
(૨) ‘ઉચ્ચસ્થાન’
(૩) ‘પાદપ્રક્ષાલન’
(૪) ‘અર્ચન’ ગૃહસ્થ મુનિની પૂજા કરે.
(૫) ‘પ્રણામ’ - ગૃહસ્થ મુનિને પ્રણામ કરે.
(૬,૭,૮) ‘યોગશુદ્ધિ (મન-વચન-કાયાની શુદ્ધિ)' - દેનારના મન-વચન-કાયમાં શુદ્ધિ હોય.
ગૃહસ્થ મુનિને ઉચ્ચસ્થાન આપે.
ગૃહસ્થ મુનિના પગ ધોવે.
-
(૯) ‘ભિક્ષાશુદ્ધિ’ - આહાર શુદ્ધ હોય.
‘-એ નવવિધ પુણ્યથી (નવધા ભક્તિથી) આદર કરીને’ આવી નવધા ભક્તિથી જે આદર કરે તેની પાસેથી મુનિ આહાર લે. પણ આવી નવધા ભક્તિ ન હોય તો મુનિ આહાર લે નહીં.
=