________________
ગાથા – ૬૩]
[૧૨૧
એમ ગણીને તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે, પણ આત્માના નહીં. પછી તેમણે એ પ્રશ્ન કર્યો : ‘ઉદ્દેશીક આહારનો ખુલાશો જે આપના તરફથી થઈ જાય તો બહુ સંપ થાય.” તેમનો કહેવાનો હેતુ એ હતો કે ગૃહસ્થો સાધુ માટે આહારાદિ કરે (-બનાવે) અને તેને સાધુ લે તેમાં વાંધો નથી ને? કેમ કે એ તો ગૃહસ્થ કરેલો છે ને? અમે કહ્યું: ‘કહો, ઉદ્દેશીક આહારનો શું ખુલાશો કરીએ? સાધુ અને ક્ષુલ્લક માટે ગૃહસ્થો આહાર બનાવે છે - ચોકા કરે છે અને તેને સાધુ-ફુલ્લક લે છે. તેથી અમે કોઈને ભાવક્ષુલ્લક તો માનતા નથી, પરંતુ અત્યારે કોઈ દ્રવ્યલીંગી ક્ષુલ્લક છે એમ પણ માનતા નથી. મારગ એવો નથી બાપા! (કે સત્યથી વિપરીત વ્યાખ્યા થાય.) અરે! ભગવાન (હાજર) નથી માટે ઉદ્દેશીક આહારની અન્ય પ્રકારે વ્યાખ્યા થાય એમ ન હોય. ભગવાનનો વિરહ છે માટે બીજો મારગ છે એમ નથી.”
અહા! કોઈ પણ સાધુ કે ક્ષુલ્લક પોતાના માટે કરેલો આહાર લે છે તો તે જૈનદર્શનના વ્યવહારથી તન-બીલકુલ વિરુદ્ધ છે. તે દ્રવ્યલીંગી સાધુ પણ નથી અને દ્રવ્યલીંગી ક્ષુલ્લક પણ નથી. બાપુ! મારગ આ છે. આ વ્યક્તિગતની વાત નથી. પરંતુ આ તો બાપુ! વીતરાગ માર્ગ છે. આ માર્ગ કાંઈ (બીજી રીતે) માનનારા બહુ ઝાઝા હોય માટે બીજો થઈ જાય એમ નથી તેમ જ પળાય નહીં માટે માર્ગ બીજે કરવો તેમ પણ હોઈ શકે નહીં – તેમ બની શકે જ નહીં. બાપુ! માર્ગ તો આવો છે ભગવાન! અરે ભાઈ! વ્યવહાર ક્ષુલ્લકપણે પાળી શકાય તેવી સ્થિતિ જ અત્યારે નથી. અહા! હજુ જેનો વ્યવહાર સાચો છે તેનો નિશ્ચય જૂઠો પણ હોઈ શકે અને સાચો પણ હોઈ શકે. પરંતુ ભાઈ! જેનો વ્યવહાર જ જૂઠો છે તેનો નિશ્ચય તો જૂઠો છે જ. લ્યો, આવી વસ્તુની સ્થિતિ છે.
અહીં કહે છે કે પોતાના માટે કરેલો આહાર મુનિ લે તો તેની નવ કોટિ વિશુદ્ધ નથી, તેનો આહાર શુદ્ધ જ નથી. આવી વાત છે. મારગ તો આવો છે બાપુ! અરે! ઊંચું નામ ધરાવીને નીચી દશા કરવી (-નીચલી દશાના કાર્ય કરવા) એ તો જગતમાં મહા પાપ છે. તે કરતાં તો, “અમારી ઊંચી દશા નથી બાપુ અમે તો અવિરતી સમ્યગ્દષ્ટિ છીએ” (તેમ માનવું-કહેવું), જેથી (પ્રતિજ્ઞાભંગનું) પાપ નથી લાગતું. પરંતુ મોટું નામ ધરાવીને જો (પ્રતિજ્ઞા) તોડી નાખે તો મહાપાપ છે. જેમ કે ઉપવાસનું નામ ધરાવીને એક કણ પણ ખાય તો મહાપાપ છે, તે મહાપાપી છે. અને “મને ઉપવાસ નથી, હું એક ટંક ખાવ છું એમ (એકટાણું કરીને) એક ટંક ખાય તો પ્રતિજ્ઞાભંગ વગરનો એટલો શુભભાવ છે.