________________
૧૨૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કે પાણીનું એક બિંદુ પણ લેતા નહીં. આહાર અને પાણી બહુ ચોખા-નિર્દોષ લેતા. પણ સાધુ માટે કરેલો ઉપાશ્રય વાપરતા. આહાર લેવા જાય અને કેરીનો રસ હોય તો પૂછે: “અંદર ગોટલી છે?' જવાબ મળે: ‘મહારાજ! ખબર નથી'. તો કહે: ‘તેને અડશો નહીં.' પછી રસ લે નહીં, છોડી દે. કેમ કે ગોટલી એકેંદ્રિય જીવ છે ને? આવા નિર્દોષ આહાર-પાણી તેઓ લેતા. તેમની આહાર-પાણી લેવાની ક્રિયા એવી આકરી હતી કે પોતે આહાર-પાણી કરે નહીં, કરાવે નહીં અને અનુમોદે પણ નહીં. તો, તેમણે જવાબ આપ્યો: ‘તેમાં નવ કોટિ ક્યાં તૂટે છે? જેમ કે તમારા ભાઈ ખુશાલભાઈએ મકાન કરાવ્યું હોય અને તમે વાપરો તો તેમાં કરવું, કરાવવું કે અનુમોદન ક્યાં આવ્યું?' –એમ તેમણે કહ્યું. મને (મનમાં) થયું: મને અંદર બેસતું નથી. કારણ કે સાધુ મકાન વાપરે છે તે અનુમોદન જ છે.
કોઈએ સાધુ માટે કરેલા આહાર-પાણીને ભલે સાધુએ કર્યા નથી, કરાવ્યા નથી તેમ જ “આ ઠીક કર્યું એમ અનુમોદ્યા પણ નથી, છતાંપણ તે આહાર-પાણી સાધુ લે છે તો તેનો અર્થ જ એ છે કે તેની (સાધુની) અનુમોદના છે. તેથી તેની નવ કોટિમાંથી અનુમોદના કોટિ તૂટી જાય છે. સાધુ બાહ્યથી અનુમોદતા નથી માટે તેને પોતાના માટે કરેલા આહાર-પાણી ખપે એમ નથી. કેમ કે તે આહાર-પાણીને વાપરે છે તે અનુમોદના જ છે. કોઈએ મુનિને માટે આહારાદિ બનાવ્યા હોય તેને મુનિએ કર્યા નથી અને કરાવ્યા પણ નથી. પરંતુ પોતાના માટે આહાર કે પાણી બન્યા હોય તેને ફક્ત લે છે તો પણ ખરેખર અનુમોદના છે. તેથી નવ કોટિમાંની ત્રણ—મન-વચન-કાયાથી અનુમોદના– કોટિ તૂટી જાય છે. (માટે પોતાના માટે કરેલા આહાર-પાણી સાધુ લે) એ મારગ નથી. જુઓ, અહીં ભગવાન શું કહે છે? કે પોતે મુનિએ આહાર કરેલો (બનાવ્યો) હોય, કરાવેલો હોય કે પોતાના માટે કરેલો આહાર લેતા હોય તો તે આહાર નવ કોટિએ શુદ્ધ નથી. અને તે આહાર લેનાર નિર્દોષ આહાર લેતા નથી. બીજી રીતે કહીએ તો, જો પોતાના માટે કરેલો આહાર મુનિ વાપરે તો અનુમોદના કોટિ તૂટી જાય છે અને એક કોટિ તૂટી તો બધી કોટિ પણ તૂટી જાય છે. તેથી પોતાના માટે કરેલો આહાર, નવ કોટિના ત્યાગવાળો આહાર છે જ નહીં. આ તો વીતરાગ માર્ગ છે ભાઈ! આ કાંઈ કોઈનો પક્ષ નથી.
અમને એક વિદ્વાન ક્ષુલ્લકે પ્રશ્ન કરેલો: ‘વિકારી પરિણામને પુલ પરિણામ કેમ કહ્યા?' તેમને કહ્યું : ‘વિકારી પરિણામમાં જેનું અવલંબન છે તેના તે પરિણામ છે