________________
ગાથા – ૬૩]
[૧૧૯
એવા અનંત ગુણોનું જે એકરૂપ સ્વરૂપ છે તેને અંતરમાં શોધીને (એષણા = શોધવું) પ્રતીતમાં અને અનુભવમાં લેવું તેને નિશ્ચય એષણાસમિતિ કહે છે. પોતાના પરમ આનંદ આદિ અનંત ગુણોના પીંડ પ્રભુ આત્માને શોધીને તેમાં એકાગ્ર થવું તે નિર્વિકલ્પ નિશ્ચય એષણાસમિતિ છે. આ નિશ્ચય એષણાસમિતિ તે ખરી એષણાસમિતિ છે. તે નિશ્ચય એષણા સમિતિની વાત અહીંયા પ્રવચનસારની ગાથાનો આધાર આપીને કરશે. (તે પહેલાં) નિશ્ચય એષણાસમિતિવાળાને વ્યવહાર એષણાસમિતિ કેવી હોય તેનું આ વર્ણન છે.
મન, વચન અને કાયામાંના પ્રત્યેકને કૃત, કારિત અને અનુમોદના સહિત ગણીને તેમના નવ ભેદો થાય છે, તેમનાથી સંયુક્ત અન્ન નવ કોટિએ વિશુદ્ધ નથી એમ (શાસ્ત્રમાં) કહ્યું છે.”
મન, વચન અને કાયા તથા કરવું, કરાવવું ને અનુમોદવું –એ નવ કોટિથી સંયુક્ત અન્ન મુનિને હોઈ શકે નહીં. કેમ કે તેમનાથી સહિત અર્થાત્ મન-વચન-કાયાથી કરેલું -કરાવેલું-અનુમોદેલું એવું અન્ન નવ કોટિએ શુદ્ધ નથી.
વિક્રમ સંવત ૧૯૬૮ માં એક ગુલાબચંદજી નામના સ્થાનકવાસી) સાધુ બોટાદમાં મળેલા. તે કહે: “સાધુ માટે ઉપાશ્રય કર્યો હોય (-બનાવ્યો હોય) અને તે ઉપાશ્રય જે સાધુ વાપરે તો તે સાધુ નહીં.” મને તો હજુ નવ દીક્ષિત થવાની – દીક્ષા લેવાની– ભાવના હતી ત્યાં આવું સાંભળ્યું. મનમાં થયું: આ શું? હીરાચંદજી મહારાજ જેવા સાધુ ઉપાશ્રય વાપરે છે અને આ ગુલાબચંદજી કહે છે કે સાધુ માટે કરેલો ઉપાશ્રય વાપરે તે સાધુ નહીં-આ શું છે? પછી તો મનમાં આ પ્રશ્ન ઘોળાયો. તેથી દીક્ષા લીધા પહેલાં વિક્રમ સંવત ૧૯૬૯ ના વૈશાખ મહિનામાં અમારા (સંપ્રદાયના) ગુરુ હીરાચંદજી મહારાજને રાણપુરમાં મેં આ ઉપાશ્રય-મકાન વિષેનો પ્રશ્ન સીધો કર્યો ‘સાધુ-મુનિ માટે કોઈએ મકાન – ઉપાશ્રય કર્યો હોય, કરાવ્યો હોય કે કરેલો હોય અને તે મકાન-ઉપાશ્રય સાધુમુનિ વાપરે તો તેમાં મન, વચન, કાયા અને કરવું, કરાવવું, અનુમોદના – એ નવ કોટિમાંથી કઈ કોટિ તૂટે?' - મારો આ પ્રશ્ન હતો. કેમ કે હું તો દરવખતે ઝીણવટથી કામ લેતો ને?
અમારા સંપ્રદાયના ગુરુ હિરાચંદજી મહારાજને સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ કોને કહેવા તેની શ્રદ્ધાની પણ ખબર નહીં તેમ જ તેમને તત્ત્વની પણ બહુ ખબર નહીં. અર્થાત્ તેમની દૃષ્ટિ મિથ્યા-ખોટી હતી. છતાં ભદ્રિક હતા. તેમની પ૮ વર્ષની ઉમર હતી અને ૪૬ વર્ષની દીક્ષા હતી. છતાં પણ તેમના માટે કરેલો, કરાવેલો કે અનુમોદેલો આહાર