________________
ગાથા – ૬૩]
[૧૨૩
હવે, આહાર લેનાર મુનિ આવી રીતે આહાર લે છે તો, આહાર દેનાર આવા હોય એમ વાત કરે છે. અર્થાત્ હવે દેનારના-દાતારના ગુણની વાત છે: (૧) “શ્રદ્ધા - દાતારમાં શ્રદ્ધા ગુણ હોવો જોઈએ, દેનારને યથાર્થ શ્રદ્ધા હોવી જોઈએ.
અને તો તે દેનાર (આહાર આપવા માટે) પાત્ર કહેવાય. (૨) “શક્તિ” – દાતારમાં શક્તિ હોય. (૩) “અલુબ્ધતા' - દાતારમાં લુબ્ધતા ન હોય. (૪) “ભક્તિ' - દાતાર ભક્તિવાળો હોય. (૫) “જ્ઞાન” – દાતારને (આપવાયોગ્ય) વસ્તુનું બરાબર જ્ઞાન હોય. એટલે કે કેવી વસ્તુ
દેવાય, કેવી રીતે દેવાય વગેરેનું જ્ઞાન દાતારને હોય. (૬) “દયા’ - દેનારને દયાનો ભાવ હોય અને (૭) “ક્ષમા - દાતારને ક્ષમા હોય.
બહુ આકરું કામ છે બાપુ! અત્યારે તો આ બધી વસ્તુ (ગુણો) લુપ્ત થઈ ગઈ છે.
પ્રશ્ન:- મુનિને કેવી રીતે ખબર પડે કે દાતાર પાસે શ્રદ્ધા, ભક્તિ વગેરે ગુણો છે કે નહીં?
સમાધાન:- ખબર પડે. ખબર કેમ ન પડે? પ્રશ્ન:- પણ એ શ્રદ્ધા આદિ ગુણો તો દાતાર પાસે છે?
સમાધાન:- ભલે તે ગુણો દાતાર પાસે હોય. છતાંપણ તેમને ખબર તો પડે ને કે આ દાતાર કોણ છે? તેમને બધો ખ્યાલ આવે. ખ્યાલ ન આવે એમ હોય? (ન હોય).
એ (દાતાના) સાત ગુણો સહિત શુદ્ધ યોગ્ય-આચારવાળા ઉપાસક વડે દેવામાં આવેલું (નવ કોટિએ શુદ્ધ, પ્રશસ્ત અને પ્રાસુકી ભોજન જે પરમ તપોધન લે છે, તેને એષણાસમિતિ હોય છે. આમ વ્યવહારસમિતિનો ક્રમ છે.”
લ્યો, આવી વ્યવહાર સમિતિની વાત છે. અહા! જેને અંદરમાં વાસ્તવિક સમિતિત્રણ કષાયના અભાવરૂપ વીતરાગ દશા–પ્રગટી છે તેને વ્યવહાર એષણાસમિતિનો