________________
ગાથા – ૬૪]
[૧૪૩
જ્ઞાન અને ચારિત્રની દશા નથી તેને તો વ્યવહારી મુનિ પણ કહેતાં નથી. અહા ! મુનિદશાની આ એક વાત તો જુઓ! કેટલી નિર્મળ-સ્પષ્ટ છે! આમાં ક્યાંય (શંકાસંદેહ રહે એવું નથી.) કહે છે કે જેમણે પૂર્ણ જ્ઞાનપ્રકાશની મૂર્તિ ધ્રુવ ચૈતન્ય ભગવાન આત્માને દૃષ્ટિમાં લઈને અનુભવ્યો છે અને જેમને નિર્વિકલ્પ આનંદનો સ્વાદ આવ્યો છે અર્થાત્ જેમને સમ્યગ્દર્શન થયું છે, સમ્યક્ સ્વસંવેદન—સ્વનું પ્રત્યક્ષ જ્ઞાન—થયું છે અને સ્વરૂપની ત્રણ કષાયના અભાવવાળી સ્થિરતા પણ છે તેમને (તે સાધુને) શુભવિકલ્પ ઉઠે છે તો અપવાદી સાધુ, વ્યવહારનયવાળા સાધુ કહેવાય છે. લ્યો, આ વ્યવહારી સાધુ છે.
પ્રશ્ન:- દ્રવ્યલીંગી નગ્ન દિગંબર સાધુ એ વ્યવહારી મુનિ નહીં?
સમાધાન:- નહીં. અરે! વસ્તુસ્થિતિ જ આવી છે એમાં બીજું શું થાય? આ લેવા-મૂકવાની વૃત્તિના સમયની વાત છે. મતલબ કે વ્યવહારસમિતિનો રાગ છે તે સમયની આ વાત છે.
અહીં કહે છે કે મુનિને યોગ્ય શુદ્ધોપયોગ—કે જે સાતમા ગુણસ્થાને હોય છે તે— સહિત મુનિને નિશ્ચય સાધુ કહીએ અને જેમને અંતરમાં નિશ્ચય (રત્નત્રય) તો છે, પણ મુનિને યોગ્ય શુદ્ધોપયોગનો અભાવ છે તેમને અપવાદી મુનિ, વ્યવહારનયવાળા મુનિ કહીએ. કેમ કે શુભવિકલ્પ અપવાદ છે અને દોષ છે. તેમને ‘એકદેશપરિત્યાગી' પણ કહીએ. કારણ કે તેમને અત્યારે શુદ્ધોપયોગ નથી. જોકે તેમને રાગની અશુભતા (-અશુભરાગ) ટળી છે, પણ શુભરાગ ટળ્યો નથી અને શુભરાગ આવ્યો છે. માટે તેમને એકદેશપરિત્યાગી મુનિ કહેવાય છે. તેમને ‘અપહૃતસંયમી અર્થાત્ હીણા-ઓછપવાળા સંયમી’ પણ કહેવાય છે. તેમને ‘સરાગચારિત્રવાળા' પણ કહીએ. પરંતુ આવા મુનિને હોં. એટલે કે જેમને છઠ્ઠા ગુણસ્થાનમાં લેવા-મૂકવાનો શુભવિકલ્પ ઉઠ્યો છે તેમને સરાગચારિત્રવાળા કહીએ. તેમને જોકે અંદરમાં ત્રણ કષાયના અભાવવાળું ચારિત્ર તો છે, પણ તેઓ શુદ્ધોપયોગમાં ઠર્યા નથી. માટે તેમને સરાગચારિત્રવાળા કહીએ. તેઓ સરાગચારિત્રવાળા છે એટલે તેમને એકલો શુભરાગ જ છે એમ નથી.
‘પ્રવચનસાર’ની પ્રથમ પાંચ ગાથામાં એમ કહ્યું છે કે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ પરમ શુદ્ધોપયોગી જ હોય છે. (તેમણે પરમ શુદ્ધ ઉપયોગભૂમિકાને પ્રાપ્ત કરી છે.) અર્થાત્ પરમ શુદ્ધોપયોગને જ ગ્રહણ કર્યો છે, પણ વ્યવહારને ગ્રહણ કર્યો નથી. છતાં વચ્ચે વ્યવહાર આવી જાય છે તે અપવાદ માર્ગ છે. તેમ જ ‘મોક્ષમાર્ગ પ્રકાશક’માં પણ એમ લીધું છે કે મુનિ એટલે જેમણે શુદ્ધોપયોગ ગ્રહણ કર્યો છે . (‘શુદ્ધોપયોગરૂપ