________________
૧૪૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પ્રશ્ન:- પ્રયત્નપરિણામ એટલે?
સમાધાન:- શુભપરિણામ—શુભરાગ—શુભભાવ. અહીંયા (બાહ્ય) ક્રિયાની વાત
નથી.
‘ટીકા:- અહીં આદાનનિક્ષેપણસમિતિનું સ્વરૂપ કહ્યું છે. આ, અપહૃતસંયમીઓને સંયમજ્ઞાનાદિકના ઉપકરણો લેતી-મૂકતી વખતે ઉત્પન્ન થતી સમિતિનો પ્રકાર કહ્યો છે.’
અપહૃતસંયમી એટલે વ્યવહારસંયમી. આ સંયમીને નિશ્ચય સમ્યગ્દર્શન અને નિશ્ચય સમ્યજ્ઞાન તો છે, પણ છઠ્ઠા ગુણસ્થાનની દશા છે. તેથી તે શુભોપયોગીને અપહૃતસંયમી કહ્યા છે. મતલબ કે જેમાં લેવા-મૂકવાનો વિકલ્પ ઉઠે છે એવા છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાવાળાને અપહૃતસંયમી કહ્યા છે. જુઓ, નીચે ફૂટનોટ છે :
=
‘અપહૃતસંયમી અપહૃતસંયમવાળા મુનિ. [અપવાદ, વ્યવહારનય, એકદેશપરિત્યાગ, અપહૃતસંયમ (હીણો-ઓછપવાળો સંયમ), સરાગચારિત્ર અને શુભોપયોગ – એ બધાં એકાર્થ છે.]’
અપહૃતસંયમી એટલે ‘અપવાદી મુનિ'. અપવાદી મુનિનો અર્થ એ છે કે જેને છઠ્ઠા ગુણસ્થાનનો શુભરાગવાળો ભાવ છે તે. અર્થાત્ જે છઠ્ઠા ગુણસ્થાનમાં છે અને જેને વિકલ્પ ઉઠ્યો છે તે અપવાદી મુનિ છે. જોકે તેમને નિશ્ચય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપનો અનુભવ છે તથા ત્રણ કષાયનો અભાવ પણ છે. પરંતુ સંયમના બે પ્રકાર પાડતાં તેમને છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય શુભરાગ ઉઠ્યો છે. તેથી, ત્રણ કષાયનો અભાવ છે તોપણ હજુ શુભરાગ છે તેથી, અપતસંયમી—અપવાદી મુનિ—કહેવામાં આવે છે. તેઓ ‘વ્યવહાર રત્નત્રયવાળા' મુનિ છે. આ ફૂટનોટના શબ્દો તો ભાઈ! પ્રવચનસારમાં છે ને? ત્રીજા ‘ચરણાનુયોગ ચૂલિકા' અધિકારની ૨૩૦ મી ગાથા છે તેની શ્રી જયસેનાચાર્યકૃત સંસ્કૃત ટીકાના આ શબ્દો છે. જુઓ તો એક શૈલી!
અહા! મુનિને સમ્યગ્દર્શન એટલે કે પૂર્ણ આનંદકંદ પ્રભુ આત્માનો અનુભવ થઈને સમ્યક્ પ્રતીતિ થઈ છે અને આત્માનું સ્વસંવેદન જ્ઞાન પણ થયું છે. તે ઉપરાંત છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય સ્વરૂપની સ્થિરતા પણ થઈ છે. પરંતુ તેમને સંજ્વલનનો વિકલ્પ ઉઠે છે કે આ લઉં ને મૂકું. તો, તેવી વૃત્તિવાળા મુનિને અપવાદી મુનિ, વ્યવહારનયવાળા મુનિ કહ્યા છે. તેમને નિશ્ચય (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) તો છે, પણ શુદ્ધોપયોગ નથી. તેથી રાગવાળા તે મુનિને વ્યવહારી મુનિ કહ્યા છે. પરંતુ જેને અંતરમાં સમ્યગ્દર્શન,