________________
ગાથા – ૬૪].
[૧૪૧
ગ્રહતાં-સૂતાં એમ કહ્યું છે. પણ વસ્ત્ર-પાત્ર ગ્રહતાં-સૂતાં એમ કહ્યું નથી, (કેમ કે તે મુનિને હોતાં જ નથી.) અહા! દિગંબર અને શ્વેતાંબરની મુનિદશામાં મોટો ફેર છે - ઉગમણા અને આથમણા જેટલો ફેર છે. હવે આવું છે તેમાં તે બન્નેને સરખા કઈ રીતે માનવા? સમન્વય કઈ રીતે કરવો? (હા,) દિગંબર પણ છે અને શ્વેતાંબર પણ છે–એમ બન્ને છે એટલો સમન્વય છે. પરંતુ તે બન્ને સરખા છે એવો સમન્વય નથી. ખરેખર કોઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ-વૈર ન હોય. છતાં વસ્તુની સ્થિતિ જેવી છે તેનાથી વિરૂદ્ધ જે કોઈ માનતો હોય તો તેની દષ્ટિ ખોટી છે એમ તેણે માનવું (-જાણવું) જોઈએ.
જુઓ ને શ્રી કુંદકુંદાચાર્યની સીધી ભાષા શું છે? કે “શાસ્ત્રાદિ ગ્રહતાં-મૂકતાં મુનિના પ્રયત પરિણામને” –શુભરાગરૂપ વિકલ્પને “આદાનનિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિષે'. જુઓ, કહે છે કે ભગવાનના આગમમાં – ભગવાનની વાણીમાંથી બનેલા આગમમાં – તો આ આવ્યું છે કે મુનિ માત્ર ‘શાસ્ત્રાદિ ગ્રહતાં-મૂકતાં’. પણ વસ્ત્ર-પાત્રાદિ લેવાં કે મૂકવાં એ મુનિને ત્રણકાળમાં હોઈ શકે નહીં. જો વસ્ત્રનો એક ધાગો રાખે અને પોતાને મુનિ માને કે મનાવે તો ‘નારૂ ગોવમ્' I (નિગોદમાં જશે). આમ “અષ્ટપાહુડમાં (સૂત્રપાહુડ ગા.૧૮ માં) છે. લ્યો, દિગંબર અને શ્વેતાંબર સરખા થાય તે બન્નેનો સમન્વય થાય – એવું બને નહીં એમ કહે છે. કેમ કે સત્ય માર્ગનું
સ્વરૂપ જ આવું છે ત્યાં બીજું શું થાય? જ્યાં ત્રણ કષાય રહિત મુનિપણાની વીતરાગી દશા અંદર પ્રગટી છે ત્યાં તેને વસ્ત્ર-પાત્ર લેવાનો વિકલ્પ જ ન હોય અને એવો સંયોગ પણ ન જ હોય. અર્થાત્ મુનિને વસ્ત્ર-પાત્રાદિના સંયોગનો પણ અભાવ હોય છે અને વસ્ત્ર-પાત્રાદિને લેવાના વિકલ્પનો પણ અભાવ હોય છે. - આ, વસ્તુની મર્યાદા છે. પણ શું થાય? (લોકો અન્ય રીતે માને છે.) કોઈ (અજ્ઞાની પોતાના માનેલા) પક્ષમાં ચડી જાય અને બીજી રીતે માને તો તે સ્વતંત્ર છે. બાકી માર્ગ તો આ છે. હવે, પહેલા શબ્દાર્થ-અયાર્થ કરીએ :
પુસ્તક, કમંડળ વગેરે લેવા-મૂકવા સંબંધી પ્રયત્નપરિણામ એ આદાન| નિક્ષેપણસમિતિ છે એમ કહ્યું છે.” ‘વગેરે” કહેતાં મુનિને લગતી વસ્તુ એવી પીંછી લેવી, પણ વસ્ત્રાદિ નહીં. અને દિટ્ટ-નિર્વિ' અર્થાત્ ભગવાનના આગમમાં આમ કહ્યું છે. તે સિવાયના બીજા (અજ્ઞાનીના બનાવેલા) આગમમાં એમ કહ્યું હોય કે વસ્ત્રપાત્ર લેવા-મૂકવા તે આદાનનિક્ષેપણસમિતિ છે, તો તે ભગવાનના આગમ નથી પણ કલ્પિત બનાવેલા છે.