________________
૯૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
હશે? (ના.) “તું રાગરૂપ નથી, ત્રણકાળમાં તું રાગ સહિત છો જ નહીં. તું તો ચિદાનંદ ધ્રુવ આનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ છો. આવા આત્માને રાગ સહિત માનવો એટલે કે આત્માને વ્યવહાર સહિત માનવો તે જ મિથ્યાત્વ-ભવનું બીજ છે.” આવી ભગવાનની વાણી હોય. લ્યો, વ્યવહાર કહો કે રાગ કહો કે આસ્રવ કહો—એક જ છે એમ કહે છે. (હા), વચ્ચે વ્યવહાર હોય છે ખરો. તેથી તેને જણાવે પણ છે. જ્યાં નિશ્ચય હોય ત્યાં ભૂમિકાના પ્રમાણમાં રાગની મંદતા-વ્યવહાર હોય છે. પણ તે આશ્રય કરવાલાયક છે અને તેનાથી લાભ થાય છે તે બીલકુલ જૂઠી વાત છે.
તે કેટલા ટકા જૂઠી વાત છે? તે સોએ સો ટકા જૂઠી વાત છે.
અહીં કહે છે કે અરે મુનિ! ભગવાન! તું તારી પરિણતિમાં પૂર્ણ મુક્તિને માટે સ્થાન રાખ–શુદ્ધ પરિણતિ પ્રગટ કર. કેમ કે તે (-શુદ્ધ પરિણતિ) જ પૂર્ણ મુક્તિનું સ્થાનનિવાસઘર છે. એટલે કે શુદ્ધ પરિણતિમાંથી મુક્તિ થશે, પણ રાગમાંથી મુક્તિ થશે નહીં. જુઓ, આ વ્યવહાર ઈર્યાસમિતિનો અધિકાર ચાલે છે, છતાં તેમાંથી નિશ્ચયની વાત કાઢી છે. અહા! આ વ્યવહારચારિત્રનો અધિકાર છે તેમાં કહે છે કે એ વ્યવહારચારિત્ર કોને કહેવાય? કે જેને અંદરમાં રાગ રહિત આનંદસ્વરૂપ ભગવાન આત્માનું ભાન-જ્ઞાન થયું છે અને રમણતા થઈ છે તેની રાગની મંદતારૂપ ઈર્યાસમિતિને વ્યવહારચારિત્ર કહેવામાં આવે છે. -આમ વાત છે અને એ કહેવા માટે અહીંયા વાત કરે છે. બાકી અત્યારે તો મૂળ વાતમાં મોટી ગરબડ ચાલે છે.
અહા! મુક્તિમાં પૂર્ણ શુદ્ધ ચૈતન્યઘન ભગવાન આત્માના આનંદનો અનંતમો ભાગ પ્રગટ થાય છે. અર્થાત્ મુક્તિના આનંદથી અનંત-અનંત ગુણો આનંદ ધૃવસના સત્ત્વમાં પડ્યો છે. ધ્રુવસનું સત્ત્વ–ધ્રુવનો ભાગ–અનંત-અનંત આનંદમય છે. માટે, આવા અનંત-અનંત આનંદસ્વરૂપની દૃષ્ટિ કર. પર્યાયદષ્ટિ છોડ, રાગદષ્ટિ છોડ, વ્યવહારદષ્ટિ છોડ, નિમિત્તદષ્ટિ છોડ અને આવા સ્વભાવની દષ્ટિ કરી તેની પરિણતિ કર કે જે સુમુક્તિરૂપી સુંદર સ્ત્રીનું ઘર-નિવાસગૃહ છે. આ રીતે, મુકિતરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસગૃહ રાખ એટલે કે તું પૂર્ણાનંદની પ્રાપ્તિ માટે પરિણતિ કર. આટલું રાખ (-કર) બાપા! તે સિવાય વ્યવહાર ઈસમિતિનો વિકલ્પ ઉઠ તે બંધનું કારણ છે. (હા), મોક્ષમાર્ગમાં વચ્ચે તે આવે ખરો, પણ તે વિકલ્પ મુક્તિનું કારણ નથી. ભારે વાત!