________________
ગાથા – ૬૧].
[૯૫
છે શ્લોક - ૮૪ ઉપરનું પ્રવચન કર્યું દિગંબર મુનિઓના કથન તો જુઓ! કેવળીના પેટ ખોલીને મુક્યા છે. દિગંબર સંતોએ વીતરાગ માર્ગને ખુલ્લો મુકી દીધો છે. જુઓ ને આ છે તો વ્યવહારચારિત્રનો અધિકાર, છતાં તેમાં નિશ્ચયચારિત્રની વાત કરી છે. તો, કહે છે કે વ્યવહારચારિત્ર ક્યારે કહેવાય? કે નિશ્ચયસમિતિરૂપ આનંદની પરિણતિ હોય તો વ્યવહારચારિત્ર કહેવાય. અને એ સિદ્ધ કરવા માટે અહીં (નિશ્ચયચારિત્રની) વાત કરે છે. નહીંતર એકલા વ્યવહારને તો વ્યવહારાભાસ કહેવામાં આવે છે.
અહા! નિશ્ચયસમિતિ કહેતાં આનંદાદિ પૂર્ણ શુદ્ધ અનંત ગુણોની શુદ્ધ પરિણતિ. અરે! સમ્યગ્દર્શન થતાં જ જેટલા ગુણો છે તે બધા અંશે વ્યક્ત થાય છે અને આ નિશ્ચય સમ્યગ્દર્શન જ (યથાર્થ) સમ્યગ્દર્શન છે, જ્યારે વ્યવહાર સમ્યગ્દર્શન (યથાર્થ) સમ્યગ્દર્શન નથી, આરોપીત છે. કહે છે કે પૂર્ણ અનંત ગુણોના પીંડ પ્રભુ આત્માને જ્યાં દષ્ટિએ
સ્વીકારમાં લીધો, જ્ઞાનની વર્તમાન પર્યાયે પૂર્ણ નિજ પરમાત્માને આદર્યો એટલે કે તેની સન્મુખ થઈ ત્યાં નિશ્ચય સમ્યગ્દર્શન થતાં જેટલા અનંત-અનંત ગુણો છે તે દરેકનો નિર્મળ અંશ વ્યક્ત-પ્રગટ થાય છે અને તેને સમકિત કહે છે. હવે અહીં ચારિત્રની વાત છે કે જે આનંદમૂર્તિ આત્મામાં ચરે-રમે છે, જે નિત્યાનંદ ભોજી છે અર્થાત્ જેને આનંદરૂપી અમૃતના ભોજન હોય છે તે મુનિ છે. અહા! મુનિ તો નિત્ય અતીન્દ્રિય આનંદના ભોજી -અનુભવી છે, પણ રાગના ભોજ નથી. કેમ કે રાગ દુઃખરૂપ છે. (હા), પર્યાયમાં વ્યવહાર -રાગ છે એમ તેઓ જાણે, છતાં પણ તે દુ:ખરૂપ છે. એ વાત તો સમયસારના બંધ અધિકારના માંગલિકના પહેલા કલશમાં આવે છે ને? કે 'નિત્યાનંદભોજી'.
એમ કહીને શું કહે છે?
કે નિત્યાનંદભોજી એટલે નિત્ય અતીંદ્રિય આનંદનો અનુભવી-ભોગવટો કરનાર અને તેને સમકિતી કહીએ. જ્યારે આનંદ, શાંતિ આદિ શક્તિની ઘણી જ વિશેષ વ્યક્તતાના અનુભવીને મુનિ કહીએ. બીજી રીતે કહીએ તો, આનંદાદિ જેટલા અનંત ગુણ છે તેટલા બધાય ગુણોનો અંશ પર્યાયમાં પ્રગટ વ્યક્ત થાય તેને જે અનુભવે તેનું નામ સમકિતી.
જ્યારે આનંદ આદિ અનંત ગુણની વિશેષ દશા પ્રગટ થાય તેનું નામ ચારિત્ર છે અને તે સહિત હોય તે મુનિ છે. બાપુ! મુનિ એટલે કાંઈ નાગા થઈને ફરે તે નહીં તેમ જ પંચ મહાવ્રતના વિકલ્પના પણ ઠેકાણા ન મળે તે કાંઈ મુનિ નથી.