________________
૯ ૬ ]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
“જો જીવ નિશ્ચયરૂપ સમિતિને ઉત્પન્ન કરે, તો તે મુક્તિને પામે છે–મોક્ષરૂપ થાય છે.”
જુઓ, “નિશ્ચયરૂપ સમિતિને ઉત્પન્ન કરે -એમ કહીને પર્યાયની વાત લીધી છે. વસ્તુ તો પૂર્ણ સમિતિસ્વરૂપ છે જ, પણ હવે જે અંતર્મુખ થઈને અંતરમાં જેટલા ગુણો છે તે બધાને શક્તિપણામાંથી પર્યાયમાં વ્યક્ત-પ્રગટ દશારૂપ કરે તો તે વીતરાગ પરિણતિમય નિશ્ચયસમિતિ છે. અને આવી નિશ્ચય સમિતિ ઉત્પન્ન કરે તો મુક્તિને-મોક્ષને પામે. લ્યો, નિશ્ચય સમિતિવાળો મોક્ષને પામે છે, પણ જેને વચ્ચે વ્યવહાર ઈર્યાસમિતિ આદિ આવે છે તે મુક્તિને પામે છે એમ નથી. (હા), વ્યવહારસમિતિ વચ્ચે આવે છે-હોય છે તેથી જાણવાલાયક છે, પણ આદરવાલાયક નથી.
શ્રોતા:- જ્ઞાની પાપને પણ જાણે? - પૂજ્ય ગુરુદેવશ્રી:- (હા), પાપને પણ જાણે. પુષ્ય ને પાપ-બન્નેને જાણે. અરે! પુણ્ય-પાપ જ નહીં, એ તો કોઈપણ પરપદાર્થને પણ જાણે. શું તે વસ્તુ નથી ? શું
વ્યવહારનયનો વિષય નથી? (છે.) માટે દેવ-શાસ્ત્રગુરુ આદિ પરપદાર્થ પણ જાણવાલાયક છે ને? પરંતુ તે જાણવાલાયક છે, આદરવાલાયક નહીં.
અહા! વ્યવહારનય છે ને? (હા). તો, વ્યવહારજ્ય વિષયી છે તેથી તેનો વિષય પણ હોય કે નહીં? (હા). જેમ નિશ્ચયનય વિષયી છે અને તેનો વિષય છે તેમ વ્યવહારનય વિષયી છે અને તેનો વિષય પણ છે. શું તેનો વિષય નથી? (છે). રાગાદિ વ્યવહારનયનો વિષય છે, પરંતુ તે આશ્રય કરવાલાયક નથી, ધર્મસ્વરૂપ નથી. બીજે (સમયસાર ગાથા ૧૨ ની ટીકામાં) આવે છે ને? કે જૈનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહારનય અને નિશ્ચયનયને ન છોડો. એટલે કે વ્યવહારનય નથી જ એમ ન માનો. કેમ કે જે વ્યવહારનય નથી તો પર્યાય પણ નથી અને તેથી મોક્ષમાર્ગ પણ નથી. અરે! મોક્ષમાર્ગ પોતે વ્યવહારનયનો વિષય છે. તેથી વ્યવહારનય જ ન હોય તો, મોક્ષમાર્ગ પણ નહીં રહે.)
ભિન્ન સાધન-સાધ્યનો અર્થ શું છે?
તે ભિન્ન સાધન વ્યવહાર સાધન છે, પણ નિશ્ચયસાધન નથી. તેમ જ પોતાનું નિશ્ચયસાધન પોતે કરે ત્યારે રાગની મંદતાને વ્યવહારસાધનનો આરોપ અપાય છે. આવી વાત છે. જુઓ ને એ વાત તો અહીં કહે છે. અહા! વાત ચાલે છે વ્યવહાર ઈર્યાસમિતિની, છતાં તેમાં નિશ્ચય સમિતિની વાત કરે છે તથા આ નિશ્ચય સમિતિની વાતમાં વ્યવહાર સમિતિની વાત સંભારતા પણ નથી. તો, કહે છે કે નિશ્ચય ઈસમિતિનો અર્થ