________________
ગાથા – ૬૧]
[૯૭
એ છે કે પૂર્ણસ્વરૂપ ધ્રુવ ચૈતન્યને જોઈને પરિણમવું. જોઈને ચાલવાનો વિકલ્પ વ્યવહાર ઈર્યાસમિતિ છે. જ્યારે ચાલવાની ક્રિયા જડની છે, તેથી તે વ્યવહારસમિતિ પણ નથી. વ્યવહારસમિતિ તો શુભવિકલ્પ-શુભરાગ ઉઠ તે છે. બસ, તે વ્યવહાર સમિતિ છે.
અહા! અહીંયા અત્યારે ચાલવાની ક્રિયાની વાત નથી, કેમ કે એ તો વ્યવહાર સમિતિ પણ નથી, એ તો જડની પર્યાય છે. પરંતુ ચાલવા વખતે અશુભભાવ ન થાય અને શુભભાવ થાય તેને વ્યવહાર ઈર્યાસમિતિ કહે છે. પણ તે વ્યવહાર ઈર્યાસમિતિ કોને હોય? કે જેને આનંદના પરિણમનરૂપ નિશ્ચયસમિતિ હોય તેને વ્યવહાર સમિતિ હોય.
લ્યો, આવી શરત છે! ભગવાન થવાનો માર્ગ આવો મોઘો છે. જો કે તે છે સરળ, પણ તેના સમજણમાં ને ખ્યાલમાં નથી કે આ વસ્તુ શું છે. (માટે મોધો લાગે છે.) અરે! અજ્ઞાનીને વસ્તુ સ્વરૂપનું મહાભ્ય જ આવતું નથી. તેને તો રાગની મંદતા અને બહારની પ્રવૃત્તિ – બસ, તેનું જ મહાભ્ય છે. પણ અહીં કહે છે કે મહાપ્રભુમય આત્મચીજ અનંત ગુણનો સાહેબો છે કે જેમાં અનંતા કેવળજ્ઞાન અને આનંદ પડ્યા છે. આવી ચીજની અંદર શુદ્ધ પરિણતિ કરે તો તે મુક્તિને પામે.
પરંતુ સમિતિના નાશથી (અભાવથી), અરેરે! તે મોક્ષ પામતો નથી, પણ સંસારરૂપી મહાસાગરમાં ભમે છે.”
પણ જેને આવી સમિતિ નથી અર્થાત્ શુદ્ધ આનંદનું ધામ એવા આત્માની પરિણતિનો જેને અભાવ છે તે વત –અરેરે! ખેદ છે કે મોક્ષ પામતો નથી. ‘વત’ કહીને મુનિરાજ ખેદ કરે છે કે ભલે અજ્ઞાનીને વ્યવહાર ઈયસમિતિ (-રાગ) હો, પરંતુ આવી નિશ્ચયસમિતિના ભાન વિના–તેની પરિણતિ વિના–તે મુક્તિ પામતો નથી. ભારે કામ ભાઈ!
હવે કહે છે કે અરેરે! તે મોક્ષ તો પામતો નથી, પરંતુ સંસારરૂપી મહાસાગરમાં ભમે છે. જુઓ, આવી અસ્તિ-નાસ્તિ તે અનેકાંત છે. અહા! જેને નિર્વિકલ્પ અભેદ પૂર્ણાનંદ પ્રભુ આત્માની દષ્ટિ કે તેના અનુભવરૂપ શુદ્ધ પરિણતિ નથી અને જેને એકલા
વ્યવહાર સમિતિના (-રાગના) જ પરિણામ છે તે મુક્તિ પામતો નથી. પરંતુ ઘોર સંસારમાં રખડે છે. લ્યો, વ્યવહાર સમિતિનું ફળ સંસાર છે એમ કહે છે. કેમ કે વ્યવહાર સમિતિ રાગ છે ને? અરે! મુનિને પણ વ્યવહાર સમિતિનું ફળ સંસાર છે હોં. જો કે મુનિને
વ્યવહાર સમિતિનો આદર નથી, તો પણ વિકલ્પના કાળમાં એવો ભાવ આવ્યા વિના રહેતો નથી અને તેનું ફળ બંધ છે, સંસાર છે. એટલે કે જેટલો રાગ ઉઠ તે બધો સંસાર