________________
ગાથા – ૬૧]
[૯૩
તેને મિથ્યાત્વ કહ્યું છે અને જો વળી અહીં (છઢાળામાં) એમ કહે કે રાગની મંદતાથી આત્માને લાભ થાય, તો એ પરસ્પર વિરૂદ્ધ વચન થયું. પરંતુ વીતરાગના વચન એવા ન હોય. વીતરાગના વચન તો પૂર્વાપર વિરોધ રહિત હોય છે.
અહા! એક બાજુ (પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં) ભગવાન એમ કહે કે જીવને રાગ સહિત માનવો તે મિથ્યાત્વ છે અને જો બીજી બાજુ (છઢાળામાં) એમ કહે કે જીવને રાગથી લાભ થાય એટલે કે જે આત્મામાં નથી તેનાથી આત્માને લાભ થાય, તો એ વિરૂદ્ધ વચન થયું. પણ સર્વજ્ઞ ત્રિલોકનાથની વાણીમાં ક્યાંય પરસ્પર વિરોધ હોય નહીં. તો, અહીં કહ્યું કે રાગથી જીવને લાભ થાય અર્થાત્ જે આત્મામાં નથી તેનાથી આત્માને લાભ થાય તેવી દૃષ્ટિ જ મિથ્યા છે. અરે! મૂળ વાતની હજુ અજ્ઞાનીને ખબર નથી. નિશ્ચય શ્રદ્ધાની વાત તો પછી, પરંતુ હજુ વ્યવહાર શ્રદ્ધા પણ નથી.
અહીં ‘પ્રવચનસાર’માં ભગવાન કુંદકુંદાચાર્યનું વચન છે કે જે શુભ અને અશુભ એ બે ભાવમાં તફાવત-ફેર-વિશેષ-માને છે અર્થાત્ એકરૂપ નથી માનતો તે ઘોર સંસારમાં રખડશે.
પ્રશ્ન:- શુદ્ધ ઘી ન મળે તો વેજીટેબલથી ચલાવી લેવાય!
સમાધાન:- પણ એ વેજીટેબલ, ઘી જ નથી. એ તો બીજી ચીજ-તેલ છે અને તેને ઘી નામ આપ્યું છે. તેમ રાગની મંદતા રત્નત્રય નથી, માત્ર તેને વ્યવહારરત્નત્રયનું નામ આપ્યું છે. બીજી રીતે કહીએ તો, વ્યવહારરત્નત્રય ધર્મ નથી (-રાગની મંદતા એ સાચા રત્નત્રય નથી), પરંતુ નિશ્ચયરત્નત્રય—સ્વભાવના દષ્ટિ, જ્ઞાન અને રમણતા— પ્રગટ થયા છે તેનો રાગની મંદતામાં ફક્ત વ્યવહાર તરીકે આરોપ આપ્યો છે. નહીંતર તે રાગની મંદતા રત્નત્રય કે દિ’ હતી? તે કાંઈ રત્નત્રય નથી, એ તો અધર્મ છે. તો પછી એ અધર્મ શું ધર્મનું કારણ થાય?
આવો વીતરાગનો માર્ગ હોય? – એમ અજ્ઞાનીને થાય છે. પણ ભાઈ! ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વર એકાવતારી ઇંદ્રોની સમક્ષ વાણી વરસાવે છે તો તે વાણી-કથા કેવી હશે? શકેંદ્ર ત્રણ જ્ઞાનના ધણી, ક્ષાયિક સમકિતી અને એકાવતારી છે. તેમને પોતાને પણ ખબર છે કે હવે મારે એક જ ભવ છે. તેવી રીતે તેમની સ્ત્રી (ઇંદ્રાણી) પણ એકાવતારીએક ભવે મોક્ષ જનારી છે. આ રીતે બન્ને પતિ-પત્ની એકાવતારી છે અને તેઓ ભગવાન પાસે વાણી સાંભળવા આવે છે. તો, તે વાણી-કથા કેવી હશે? તે વાર્તા કેવી હશે? ‘તું રાગ, પુણ્ય અને વ્યવહાર કરજે, તેનાથી તારું કલ્યાણ થશે.’ - શું તે વાણી-ક
-કથા આવી