________________
ગાથા – ૬૬]
[૧૮૧
છે, જ્યારે મુનિને આહાર લેવાની વૃત્તિ છે તે સંયમના હેતુથી હોવાથી શુભભાવ છે, પુણ્યાસવ છે. ભલે તે આહાર લેવાની વૃત્તિ આત્માનું સ્વરૂપ નથી, સંવર-નિર્જરા નથી, છતાં પણ છઠ્ઠા ગુણસ્થાનવાળા તીર્થંકરને કે ગણધરને કે મુનિને હોય છે અને તે શુભાસવ છે. તેથી (આહારસંજ્ઞા અશુભભાવ છે અને આહાર લેવાની વૃત્તિ શુભભાવ છે તેથી) આહાર લેવાની વૃત્તિ આહારસંજ્ઞા નથી.
પ્રશ્ન:- ભયસંજ્ઞામાં આ વાત કેવી રીતે લાગુ પડે?
સમાધાન:- મુનિને ભય છે જ નહીં, તેનો તો ત્યાગ જ છે. કેમ કે ભય પોતે જ અશુભભાવ છે. (માટે તે હોવાનો પ્રશ્ન જ નથી). જ્યારે આહારસંજ્ઞાની વાત લઈએ તો, મુનિને આહાર લેવાનો ભાવ છે, કેમ કે તે શુભભાવ છે. પણ આહારસંજ્ઞાનો ત્યાગ છે, કેમ કે તે અશુભભાવ છે. અહા! આહારસંજ્ઞા જુદી છે અને આહાર લેવાનો ભાવ જુદો છે. કારણ કે આહાર લેવાના ભાવમાં વૃદ્ધિપણું નથી અને તે પુણ્યાસવ છે. (જ્યારે આહારસંજ્ઞામાં વૃદ્ધિપણું છે અને તે પાપાસવ છે.) તેથી મુનિ આહારની વૃદ્ધિઆહારસંજ્ઞાને છોડે છે. તેવી રીતે ભયસંજ્ઞા આદિને પણ મુનિ છોડે છે, કેમ કે તે પણ અશુભ જ છે. આમ ચારેય સંજ્ઞા અશુભભાવ છે અને તેને મુનિ છોડે છે. અહીં એટલું સ્પષ્ટ કરવું છે કે આહારસંજ્ઞા એટલે આહાર લેવાનો ભાવ એમ નથી. પરંતુ આહાર પ્રત્યે ગૃદ્ધિપણું તે આહારસંજ્ઞા છે. જરીક ઝીણી વાત છે.
અહા! મુનિનો આહાર લેવાનો ભાવ જેમ શુભભાવ છે તેમ વળી ભયસંજ્ઞા આદિમાં અશુભભાવ ઉપરાંત શુભભાવ પણ છે એમ તો છે જ નહીં, એ પ્રશ્ન તો અહીં છે જ નહીં. કેમ કે સંજ્ઞામાં અશુભભાવ સિવાય બીજો ભાવ છે જ નહીં. ચારેય સંજ્ઞામાં અશુભભાવ જ છે અને તેનો મુનિને ત્યાગ હોય છે. જ્યારે આહાર લેવાની વૃત્તિ તેમને હોય તે જુદી ચીજ છે (-શુભભાવરૂપ છે) અને તેના ત્યાગની વાત અહીંયા નથી. અહીંયા ફક્ત આહાર લેવા પ્રત્યે ગૃદ્ધિની વૃત્તિના — કે જે અશુભભાવરૂપ આહારસંજ્ઞા છે તેના— ત્યાગની વાત છે. આમ, ચારેય સંજ્ઞા પાપાસવ પરિણામ છે અને મનોગુપ્તિમાં તે પાપાસવનો ત્યાગ હોય છે. પણ પુણ્યાસવનો ત્યાગ હોતો નથી. કેમ કે આ મનોગુપ્તિ વ્યવહાર છે અને વ્યવહાર છે તેથી શુભવિકલ્પરૂપ છે.
-
જુઓ, આમાં તો ચોખ્ખી વાત છે કે આત્માનો નિશ્ચય અનુભવ અને સમ્યક્દર્શન સહિત તેમ જ નિર્વિકલ્પ વીતરાગી પરિણતિ સહિત મુનિ છે તેને અશુભભાવના