________________
૧૮૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
વ્યવહાર ક્રિયાકાંડીને
આવી વ્યવહાર મનોગુપ્તિ હોય છે એમ વાત અહીં છે જ નહીં. અંતરમાં નિર્વિકલ્પ આનંદસ્વરૂપ આત્માનો આશ્રય લઈને જેણે નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિ પ્રગટ કરી છે તેને તે ભૂમિકામાં અશુભ પરિણામના ત્યાગરૂપ શુભભાવવાળી મનોગુપ્તિ હોય છે. તેને અશુભભાવનો ત્યાગ છે, પણ હજુ શુભભાવ હોય છે અને જેટલો શુભભાવ છે એટલો આસવ પણ છે. આ રીતે, અશુભભાવના ત્યાગરૂપ શુભ વિકલ્પ હોય તેને વ્યવહાર મનોગુતિ કહેવામાં આવે છે. જેને અંદરમાં મૂળ વસ્તુભૂત નિશ્ચયનો (સ્વનો) આશ્રય છે, નિશ્ચયના અવલંબે વીતરાગ શુદ્ધ પરિણતિ પ્રગટી છે તેને અશુભભાવનો ત્યાગ હોય છે અને તેને વ્યવહાર મનોગુતિ કહેવામાં આવે છે. તે સિવાય જેને સમ્યક્ આત્મ-અનુભવ, આત્મદૃષ્ટિ અને આત્મ-અવલંબને પ્રગટ થતી વીતરાગતા છે જ નહીં તેને તો વ્યવહાર મનોગુપ્તિ પણ હોઈ શકે નહીં. શરત ભારે છે! પણ વસ્તુ જ એવી છે!
-
જુઓ, આહારસંજ્ઞારૂપી અશુભ પરિણામનો ત્યાગ એમ અહીંયા કહ્યું છે, એટલે તેનો અર્થ એ છે કે આહારસંજ્ઞાને જ અશુભ પરિણામ કહ્યા છે. પણ આહાર લેવો તે અશુભ પરિણામ છે એમ નથી. તીર્થંકર પણ કેવળજ્ઞાન થયું ન હોય અને છદ્મસ્થ હોય તો કવલાહાર લે છે. કેમ કે તેઓ ત્યારે છદ્મસ્થ છે ને? પછી કેવળજ્ઞાન થતાં કવલાહાર હોય નહીં. તો કહ્યું કે જ્યારે તીર્થંકર પણ છદ્મસ્થપણે છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતા હોય ત્યારે છઠે ગુણસ્થાને વિકલ્પ ઉઠે છે અને આહાર લે છે. તે આહાર લેવાનો ભાવ શુભ છે, પુણ્યાસવ છે. કેમ કે તેમાં વૃદ્વિપણાનો ત્યાગ છે. આ રીતે અશુભ પરિણતિનો ત્યાગ છે તેને વ્યવહાર મનોગુપ્તિ કહે છે. આવી વાત છે ભાઈ! અહીં તો ભગવાનનો માર્ગ છે. તેમાં એક-એક વાતનો જવાબ દીધો છે. પણ જેવું માર્ગનું સ્પષ્ટ સ્વરૂપ છે એવું તેણે જાણવું જોઈએ ને?
અહા! ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા – એ ત્રણેય સંજ્ઞા તો અશુભભાવ છે જ, તેવી રીતે આહારસંજ્ઞા પણ અશુભભાવ છે. આ રીતે આ ચારેય સંજ્ઞા અશુભભાવ છે અને તેને મુનિ છોડે છે. હવે કહે છે કે મુનિ આહારસંજ્ઞા આદિના અશુભભાવને છોડે છે તેથી આહાર લેવાનો ભાવ છે તેને પણ છોડે છે એમ નથી. કેમ કે આહાર લેવાનો ભાવ શુભ છે. લ્યો, મુનિને આહાર લેવાની વૃત્તિ છે તે આહારસંજ્ઞા નથી. કેમ કે મુનિને આહાર લેવાનો ભાવ તો ભાઈ! હોય છે, પણ આહારસંજ્ઞાના અશુભભાવનો ત્યાગ હોય છે. અહો! મુનિરાજના ભાવ તો જુઓ! અહા! આહારસંજ્ઞા અશુભભાવ