________________
ગાથા – ૬૯]
[૨૦૯
સમસ્ત અસત્ય ભાષાનો પરિહાર અથવા મૌનવ્રત તે વચનગુપ્તિ છે. મૂર્તદ્રવ્યને ચેતનાનો અભાવ હોવાને લીધે અને અમૂર્તદ્રવ્ય ઈદ્રિયજ્ઞાનથી અગોચર હોવાને લીધે બન્ને પ્રત્યે વચનપ્રવૃત્તિ થતી નથી. અહીં ‘સમાધિશતક'ની શૈલી લીધી છે. કહે છે કે હું કોની સાથે બોલું? કેમ કે શરીરાદિ ગુગલ તો જડ છે, તેનામાં ચેતનાનો અભાવ છે. પુલમાં આત્મા નથી માટે તેનામાં ચેતનાનો અભાવ છે અને અરૂપી આત્મા ઇંદ્રિયજ્ઞાનથી અગોચર છે. માટે હું કોની સાથે વાત કરું? એમ કહે છે. આ, વચન ગોપવવાની રીત છે. અજ્ઞાની કહે છે કે ઉપદેશ દેવાથી લાભ થાય, લોકો ધર્મ સમજે તેનો વકતાને લાભ મળે. ભાઈ! તે વાત ખોટી છે. ધૂળેય તેમ ન થાય સાંભળ ને? એવી રીતે કોણ પૈસા આપે ને લે? એ પૈસા તો જ્યાં જવાના હોય ત્યાં જાય છે. જડના રજકણો જે ઠેકાણે ગોઠવાવાના હશે ત્યાં ગોઠવાશે. પણ પૈસા આપનારા પૈસા આપે માટે તે વપરાય એમ છે નહીં. તે જડને કોણ વાપરી શકે? આવી વાત છે!
અહીં કહે છે કે આ જડ પુગલમાં ચેતન નથી અને અરૂપી આત્મા ઈંદ્રિયને અગમ્ય છે. માટે તે બન્ને પ્રત્યે વચનપ્રવૃત્તિ કરવાયોગ્ય નથી. જડ શરીરમાં આત્મા (-જ્ઞાન) નથી તો વિકલ્પ શું કરવા? અને અરૂપી આત્મા ઇંદ્રિયથી ગમ્ય-જણાય નહીં, માટે કોની સાથે વાત કરવી? આ રીતે વચનને ગોપવવા અર્થાત્ વિકલ્પ ન કરવા એમ મૂળ તો કહે છે. નહીંતર વચન તો વચન (-જડ) છે તેને શું ગોપવવા?) આવી અગમ-ગમની વાતો આમાં છે ભાઈ!
પ્રશ્ન :- અમારે વાણી સાંભળવી કે ન સાંભળવી ?
સમાધાન :- વાણી સાંભળવાનો ભાવ આવે, પણ છે તે શુભરાગ. વાણી સાંભળવામાં શુભરાગ છે, પણ તે રાગથી કાંઈ જ્ઞાન થતું નથી તેમ જ વાણી સાંભળવાથી પણ જ્ઞાન થતું નથી. જ્ઞાન તો અંદર આત્માના જ્ઞાનસ્વરૂપનો સ્પર્શ કરવાથી અર્થાત્ અનુભવ કરવાથી થાય છે. આવી ભારે વાત છે ભાઈ વીતરાગ મારગ આવો છે.
આ રીતે નિશ્ચયવચનગુપ્તિનું સ્વરૂપ કહેવામાં આવ્યું.