________________
૨૧૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે શ્લોક - ૯૪ ઉપરનું પ્રવચન છે મુનિપણું કેવું હોય? યોગિના તિલક (-મુનિ) કેવા હોય? કે ‘પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન એવો યોગિતિલક' હોય છે. અહા! મુનિ એને કહીએ કે જે પુણ્ય-પાપના વિકલ્પને બાળવામાં સમર્થ છે. પાપ એટલે પુણ્ય ને પાપ બન્ને હોં. તો, તેને બાળવામાં અગ્નિ સમાન એવો યોગતિલક “પ્રશસ્ત-અપ્રશસ્ત મનવાણીના સમુદાયને છોડીને.” દેખો, શુભ કે અશુભ એવા મનના વ્યાપારને તેમ જ શુભઅશુભ એવા વાણીના વ્યાપારને છોડી દઈને...અર્થાત્ મનસંબંધી અને વાણીસંબંધી શુભવિકલ્પને પણ છોડી દઈને – એમ કહે છે.
અહા! પાપરૂપી અટવી એટલે પુણ્ય-પાપના સંકલ્પ-વિકલ્પરૂપી મોટું વન અને તેને બાળવામાં અગ્નિ સમાન મુનિ છે. અહો! સ્વરૂપના અતીન્દ્રિય આનંદમાં રહેનાર એવા મુનિશિરોમણિ પુણ્ય-પાપના વનને બાળીને રાખ કરે છે. જુઓ, અંદર શ્લોકમાં છે ને? મુનિને ‘યોગતિલક' કહ્યા છે ને? યોગતિલક અર્થાત્ યોગિમાં પણ શિરોમણિ. તેઓ “પ્રશસ્ત-અપ્રશસ્ત મનવાણીના સમુદાયને છોડીને આત્મનિષ્ઠામાં પરાયણ રહેતો થકો..” ભાષા દેખો! વ્યવહારચારિત્ર અધિકારમાં પણ વાત ફેરવીને આ અધિકાર લીધો છે (-નિશ્ચયચારિત્રની વાત કરી છે.) અહા! મુનિઓની-સંતોની કથન પદ્ધતિ જ જુદી જાતની છે. કહે છે કે “આત્મનિષ્ઠામાં પરાયણ રહેતો થકો' અર્થાત્ શુદ્ધ ચૈતન્ય આનંદસ્વરૂપ એવા આત્મામાં મુનિ તત્પર છે. લ્યો, મુનિ તો આત્મામાં તત્પર છે એમ કહે છે.
શુદ્ધનય અને અશુદ્ધનયથી રહિત એવા અનઘ (-નિર્દોષ) ચેતન્યમાત્ર ચિંતામણિને પ્રાપ્ત કરીને'... શુદ્ધનય એટલે અહીં તે સંબંધી વિકલ્પ લેવો. ‘હું શુદ્ધ છું, આનંદ છું' એવો વિકલ્પ તે શુદ્ધનય અને અશુદ્ધનય કહેતાં “રાગ-પર્યાય સ્વભાવમાં છે' એવો વિકલ્પ. આ બન્ને શુદ્ધનય અને અશુદ્ધનયના વિકલ્પથી રહિત એવા અના (નિદોષ)... અઘ એટલે પુષ્ય ને પાપ બન્ને હોં. તો, વિકલ્પથી રહિત એવા અનઘ (નિર્દોષ) ચૈતન્યમાત્ર ચિંતામણિને પ્રાપ્ત કરીને... ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા ચિંતામણિ રત્ન છે. કેમ કે તેમાં જેટલી એકાગ્રતા થાય તેટલા શાંતિ અને આનંદ મળે.