________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
આવે છે. ‘નાળીદિ-જાણ' એમ કહ્યું તો તેઓ (-આચાર્ય) કોઈને કહે છે ને? તેથી તેનો અર્થ એ થયો કે શ્રી કુંદકુંદાચાર્ય શિષ્યને કહે છે કે અંદર આત્માના આનંદમાં ઠરતાં મનસંબંધી શુભવિકલ્પ પણ ન રહે તેને અચલિત મનોગુપ્તિ કહે છે એમ તું જાણ. લ્યો, તે જ ધર્મ ને મોક્ષનો માર્ગ છે. અજ્ઞાનીને તો આ વાતમાં લુખુ લસ (કંટાળા જેવું) લાગે એવું છે.
૨૦૮]
વીતરાગ મૂર્તિ ભગવાન આત્માની અંદર રાગ નથી. આવું ચૈતન્યસ્વરૂપ છે તેનું વિકલ્પ છોડીને ધ્યાન કરવું તેનું નામ નિશ્ચય મનોગુપ્તિ કહેવામાં આવે છે.
આવી વાત અજ્ઞાનીએ કોઈ દિ' સાંભળી નથી અને વિચારમાં પણ લીધી નથી, તેથી તેનો પ્રયોગ પણ કર્યો નથી. વીતરાગ મારગ બહુ અલૌકિક છે! પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્માએ કહેલો આ વીતરાગ મારગ કોઈ જુદી જાતનો છે.
અત્યારે તો બીજે બહુ ગરબડ ચાલે છે અને લોકોએ બહારમાં ધર્મ માની લીધો છે. પણ બાપા! તેમાં તો કાળ જાય છે. પ્રભુ! આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છે કે અખંડ અદ્વૈત પરમચિદ્રૂપ આત્માની અંદર સ્થિતિ કરવી
આસન લગાવી દેવું –
તે મનોગુપ્તિ છે અને તેણે હે શિષ્ય! મનની ગુપ્તિ કરી એમ તું જાણ.
-
લ્યો, નિશ્ચય મનોગુપ્તિની વાતમાં એમ આવ્યું કે તું જાણ. અર્થાત્ મનોગુપ્તિ આને કહેવાય એમ નિશ્ચય મનોગુપ્તિનું જ્ઞાન તને હોવું જોઈએ.
પ્રશ્ન :- હવે આવું જ્ઞાન કરીએ તો અમારે ધંધા ક્યારે કરવા? રળવું ક્યારે?
સમાધાન :- ધૂળમાંય તું રળતો નથી તથા તેમાં કાંઈ સુખ નથી સાંભળ ને? એ બધા તો હેરાન થવાના પાપના રસ્તા છે.
ખરેખર તો બન્ને પુણ્ય ને પાપ ‘પાપ’ છે અને તેને રસ્તે દોરાતાં ચાર ગતિના દુ:ખ મળે છે. જ્યારે અહીં તો મોક્ષના માર્ગની વ્યાખ્યા છે.
એ નિશ્ચય-સાચી મનોગુપ્તિની વાત કરી. હવે સાચી વચનગુપ્તિની - વાણીની ગુપ્તિની વાત કરે છે :