________________
ગાથા – ૭૦]
[૨૧૩
“(શ્લોકાર્થ:-) કાયક્રિયાઓને તથા ભવના કારણભૂત (વિકારી) ભાવને છોડીને અવ્યગ્રપણે નિજ આત્મામાં સ્થિત રહેવું, તે કાયોત્સર્ગ કહેવાય છે.” વળી (આ ૭૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
(અનુષ્ટમ) अपरिस्पन्दरूपस्य परिस्पन्दात्मिका तनुः ।
व्यवहाराद्भवेन्मेऽतस्त्यजामि विकृतिं तनोः ॥९५॥ | (લોકાર્થ:-) અપરિસ્પંદાત્મક એવા મને પરિસ્પંદાત્મક શરીર વ્યવહારથી છે; તેથી હું શરીરની વિકૃતિને તજું છું. ૫.
છેગાથા - ૭૦ ઉપરનું પ્રવચન કર્યું
વ્યવહારચારિત્રના અધિકારમાં અહીં નિશ્ચયશરીરગુપ્તિની વ્યાખ્યા છે અર્થાત્ કાયોત્સર્ગ કોને કહેવો તે કહે છે.
આ, નિશ્ચયશરીરગુપ્તિના સ્વરૂપનું કથન છે.'
સર્વ જનોને કાયાસંબંધી બહુ ક્રિયાઓ હોય છે, તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે.” આ જડમય દેહ-શરીર છે તે સંબંધી ઘણી પ્રવૃત્તિ હોય છે, તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે. શરીરની ક્રિયા તરફ રાગ-વિકલ્પનું વલણ છે તેનાથી નિવૃત્તિ થવી એ ‘શરીરની ક્રિયાથી નિવૃત્તિ’ એમ કહેવામાં આવે છે. તો, કહ્યું કે આ શરીર કે જે જડઅજીવ છે તેની ઘણા પ્રકારની ક્રિયાઓ છે, તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે. એટલે કે અંદરમાં શુભ-અશુભ રાગ થાય તેનાથી નિવૃત્તિ કરીને સ્વરૂપમાં એકાગ્ર થવું એનું નામ નિશ્ચયશરીરગુપ્તિ અથવા કાયોત્સર્ગ કહેવામાં આવે છે.
કાયોત્સર્ગ = કાયાનો ઉત્સર્ગ. આત્મામાં શરીર છે નહિ અને શરીરની ક્રિયા તરફના વલણવાળો ભાવ પણ આત્મામાં છે નહિ. માટે, કાયાની ક્રિયા સંબંધમાં જે વિકલ્પ– શુભ-અશુભ રાગ–થાય એનાથી નિવૃત્તિ કરીને અખંડ આનંદસ્વરૂપ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદમાં એકાગ્ર થવું એનું નામ સાચો કાયોત્સર્ગ ભગવાન કહે છે.