SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૭૦ कायकिरियाणियत्ती काउस्सग्गो सरीरगे गुत्ती । हिंसाइणियत्ती वा सरीरगुत्ति त्ति णिहिट्ठा ॥७॥ कायक्रियानिवृत्तिः कायोत्सर्गः शरीरके गुप्तिः । हिंसादिनिवृत्तिर्वा शरीरगुप्तिरिति निर्दिष्टा ॥७०।। જે કાયકર્મનિવૃત્તિ કાયોત્સર્ગ તે તનગુપ્તિ છે; હિંસાદિની નિવૃત્તિને વળી કાયગુપ્તિ કહેલ છે. ૭૦. અન્વયાર્થ:- (ાયશ્ચિયનિવૃત્તિ.) કાયક્રિયાઓની નિવૃત્તિરૂપ (ાયોત્સ) કાયોત્સર્ગ (શરીર ગુપ્તિ) શરીરસંબંધી ગુપ્તિ છે; (વા) અથવા (હિસાવિનિવૃત્તિ:) હિંસાદિની નિવૃત્તિને (શરીરગુપ્તિ તિ) શરીરગુપ્તિ (નિર્વિષ્ટા) કહી છે. ટીકા:- આ, નિશ્ચયશરીરગુપ્તિના સ્વરૂપનું કથન છે. સર્વ જનોને કાયાસંબંધી બહુ ક્રિયાઓ હોય છે; તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે; તે જ ગુપ્તિ (અર્થાત્ કાયગુપ્તિ) છે. અથવા પાંચ સ્થાવરોની અને ત્રસોની હિંસાનિવૃત્તિ તે કાયગુપ્તિ છે. જે પરમસંયમધર પરમજિનયોગીશ્વર પોતાના (ચૈતન્યરૂપ) શરીરમાં પોતાના (ચૈતન્યરૂપ) શરીરથી પ્રવેશી ગયા, તેમની અપરિસ્પંદમૂર્તિ જ (-અકંપ દશા જ) નિશ્ચયકા ગુપ્તિ છે. એવી રીતે શ્રી તત્ત્વાનુશાસનમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે: (મનુષ્ટ્રમ) "उत्सृज्य कायकर्माणि भावं च भवकारणम् । स्वात्मावस्थानमव्यग्रं कायोत्सर्गः स उच्यते ॥"
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy