________________
૨૧૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
‘તસ્મસૂત્રમાં આવે છે ને? કે ‘તાવકાય ઠાણેણં મોણેણે ઝાણે.' - ધ્યાનમાં કાયા તરફનું, વચન તરફનું અને મન તરફનું પણ વલણ છોડું છું. - આમ ત્રણ વાત આવે છે ને? અર્થાત્ કાયા-વાણી-મન—એ ત્રણેથી હું છૂટું છું. અરે! પણ અજ્ઞાનીને સૂત્રના અર્થ પણ ન આવડતા હોય ને ગાડાં હાંકે રાખે છે. અહીંયા પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા તીર્થંકરદેવ કહે છે કે કાયોત્સર્ગ તો એને કહીએ કે આત્મા આનંદ-જ્ઞાનસ્વરૂપ છે તેમાં લીન થઈને કાયાની ક્રિયાઓ સંબંધી વિકલ્પની વૃત્તિઓનો અભાવ કરવો. અર્થાત્ સ્વરૂપમાં ઠરીને અતીન્દ્રિય આનંદનું વેદન કરવું એનું નામ કાયોત્સર્ગ છે. પ્રશ્ન :- (કાયોત્સર્ગાદિ) બધું જ અંદરના આનંદમાં આવે ?
સમાધાન :- (હા), આનંદમાં જ બધું આવે ને ? ધર્મ કાંઈ દુઃખરૂપ હોય? માટે આનંદ સિવાય જે કાંઈ કરવામાં આવે તે બધું જૂઠું છે. તેમ જ જીવની ભાવના આનંદ પ્રાપ્તિની છે ને? (માટે આનંદમાં બધું આવી જાય છે.) અહીં કહે છે કે આ શુભઅશુભ વિકલ્પરૂપ વૃત્તિઓ-રાગ ઉઠ છે તે દુઃખરૂપ ભાવ છે. અર્થાત્ કાયાની ક્રિયા સંબંધી, મનસંબંધી કે વાણીસંબંધી બન્ને (શુભ-અશુભ) પ્રકારનો રાગ-વિકલ્પ છે તે બધોય દુઃખરૂપ છે. તો, એ દુઃખરૂપ વિકલ્પ-રાગ છે એનાથી નિવૃત્તિ કરવી અને સ્વરૂપમાં પ્રવૃત્તિ કરવી તે કાયોત્સર્ગ છે.
“તે જ ગુપ્તિ (અર્થાત્ કાયગુપ્તિ) છે.” – એને જ ભગવાન ગુપ્તિ કહે છે. અહા! સ્વરૂપમાં જામતાં શરીરસંબંધી વિકલ્પનો નાશ થાય એનું નામ પરમાત્મા કાયોત્સર્ગની ગુપ્તિ કહે છે એટલે કે તે કાયોત્સર્ગરૂપી ગુપ્તિ (-કાયગુપ્તિ) છે.
અથવા પાંચ સ્થાવરોની અને રસોની હિંસાનિવૃત્તિ તે કાયગુપ્તિ છે.” પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ ને ત્રસ – એ છકાય છે ને? તો, પાંચ સ્થાવર અને એક ત્રસ – એ છકાય તરફની હિંસાની નિવૃત્તિ એનું નામ કાયગુપ્તિ છે. બીજી રીતે કહીએ તો, પર તરફના વલણવાળી હિંસાના ભાવથી છૂટવું અને અંદર આત્મસ્વભાવમાં એકાગ્ર થવું એનું નામ કાયગુપ્તિ છે.
જે પરમસંયમધર પરમજિનયોગીશ્વર પોતાના (ચૈતન્યરૂ૫) શરીરમાં પોતાના (ચૈતન્યરૂ૫) શરીરથી પ્રવેશી ગયા, તેમની અપરિસ્પંદમૂર્તિ જ (-અકંપ દશા જ) નિશ્ચયકાયગુપ્તિ છે.”