________________
ગાથા – ૭૦]
[૨૧૫
અહીંયા મુનિની મુખ્યતાથી વાત લીધી છે ને? તેથી કહે છે કે જે પરમસંયમધર'.. આત્માના આનંદ સહિત જેને પરમ સંયમદશા પ્રગટી છે એવા પરમસંયમધર.... લ્યો, મુનિ એને કહીએ કે જેને છકાયની હિંસાનો વિકલ્પ તેમ જ અવ્રતનો ભાવ પણ છૂટી ગયો છે અને જે નિજ આત્માના અતીન્દ્રિય આનંદસ્વરૂપમાં સ્થિર છે. આવા પરમસંયમધર પરમજિનયોગીશ્વર'....અહા! પરમ+જિનયોગીશ્વર એટલે કે જેણે રાગરૂપ વિકલ્પને જીત્યો છે. અર્થાત્ જેઓ રાગને ઉત્પન્ન થવા દેતા નથી, પરંતુ વીતરાગ ભાવનાને ઉત્પન્ન કરે છે તેમને પરમજિનયોગીશ્વર–સંત–મુનિ કહેવામાં આવે છે. આવા ‘પરમસંયમધર પરમજિનયોગીશ્વર પોતાના (ચૈતન્યરૂપ) શરીરમાં પોતાના (ચૈતન્યરૂપ) શરીરથી પ્રવેશી ગયા.'
જુઓ, શું કહે છે? કે આ, શરીરગુપ્તિની વ્યાખ્યા ચાલે છે ને? તો, કહે છે કે આ શરીર છે એ અજીવ-જડ છે અને તેના તરફની પ્રવૃત્તિનો વિકલ્પ છે એ વિકાર છે. એનાથી (શરીરથી ને વિકારથી) આત્મામાં પ્રવેશ થતો નથી. પણ એ શરીરથી અને વિકલ્પ-વિકારની લાગણીઓથી રહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજ-પોતાનું શરીર છે તેનાથી આત્મામાં પ્રવેશ થાય છે. અહા! આ શરીરગુપ્તિની વ્યાખ્યા છે ને? એટલે અહીંયા નિજ શરીર' લીધું છે (પોતાના ચૈતન્યરૂપ શરીરની વાત લીધી છે) કે આ જડ શરીરસંબંધી પ્રવૃત્તિના વિકલ્પથી-રાગથી છૂટી નિજ શરીરમાં અર્થાત્ વીતરાગ સ્વભાવસ્વરૂપ આત્મામાં—નિજ ચૈતન્યરૂપ શરીર છે તેમાં – પોતાના શરીરથી એટલે કે નિજ ચૈિતન્યરૂપ દશાથી (પરમજિનયોગીશ્વર) પ્રવેશી ગયા.
શું કહે છે? કે પુણ્ય-પાપરૂપ શુભ-અશુભ વિકલ્પ છે એ તો વિકાર છે, કાંઈ આત્મા નથી. આત્મા તો શુદ્ધ આનંદ અને જ્ઞાનની મૂર્તિ છે. આવું જે પોતાનું સ્વરૂપ છે એ પોતાનું શરીર છે અને તેમાં (પરમજિનયોગીશ્વર) ચૈતન્યરૂપ શરીરથી–નિર્મળ વીતરાગી પરિણતિથી—પ્રવેશી ગયા. અરે! આ ભાષા પણ સમજવી કઠણ છે! અજ્ઞાનીને એમ થાય છે કે આવું બધું કરવા કરતાં એક યાત્રા કરી આવીએ તો કલ્યાણ થઈ જાય લ્યો. પણ ભાઈ! કલ્યાણની ચીજ (રીત) જુદી છે. સમાણું કાંઈ?
અહીંયા સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકરદેવ પરમજિનયોગીશ્વર એવા સંતોની ગુપ્તિનું વર્ણન કરે છે કે (પરમજિનયોગીશ્વર એવા સંત) આ શરીરની_કે જે જડ-માટી છે એની–ક્રિયાઓથી નિવૃત્ત થયા છે. કેમ કે તેઓ શરીર તરફના વલણવાળા વિકલ્પથી