________________
૧૧૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
‘જીવનમુક્ત' કહેવાય છે. તેમ જેમને અંદરમાં મુનિને યોગ્ય રમણતા છે તે તો મુક્તિનું ભાજન જ છે. અને તે ભાજનમાં હવે મુક્તિ આવશે...આવશે....અને આવશે જ....એમ અહીં કહે છે. આ જુઓ ને ‘ભાજન કેમ ન હોય' એમ કહ્યું છે. શું એકએક કલશ છે!
છે
શ્લોક - ૮૫ ઉપરનું પ્રવચન તેંડું
પરબ્રહ્મના અનુષ્ઠાનમાં નિરત (અર્થાત્ પરમાત્માના આચરણમાં લીન) એવા ડાહ્યા પુરુષોને-મુનિજનોને અંતર્જલ્પથી (-વિકલ્પરૂપ અંતરંગ ઉત્થાનથી) પણ બસ થાઓ, બહિર્બલ્પની (ભાષા બોલવાની) તો વાત જ શી?”
કહે છે કે મુનિઓ, ધર્માત્મા તો પરમબ્રહ્મ એવા પોતાના પરમાત્માના આચરણમાં લીન છે. પરમબ્રહ્મસ્વરૂપ-પરમાનંદસ્વરૂપ ધ્રુવ એવા નિજ ભગવાન-પરમાત્માના આચરણમાં મુનિઓ નિરત અર્થાત્ લીન છે. જુઓ, અહીંયા વ્યવહાર સમિતિના વિકલ્પની વાત કરી નથી. અરે! પરમ સત્યની વાત જ લોકોને સાંભળવા મળતી નથી. એટલે પછી લોકો બહારના ઢસરડામાં–મિથ્યાત્વને પોષવામાં – ચાલ્યા ગયા છે.
અહા! ખરેખર તો સમ્યક સનું પોષણ થવું જોઈએ. અને એ તો જ્યાં પૂર્ણાનંદસ્વરૂપ આત્માનો સ્વીકાર થઈને તેનાં પ્રતીત ને અનુભવ થયા હોય ત્યાં થાય છે. અર્થાત્ જ્યારે શુદ્ધ પરિણતિ પ્રગટે ત્યારે શુદ્ધતાનું પોષણ થાય. પરંતુ અજ્ઞાનીને ભાન પણ નથી કે શુદ્ધતા શું છે અને તે કેમ પ્રગટે. એ તો આ વ્યવહાર...વ્યવહાર કરો (તેનાથી કલ્યાણ થઈ જશે એમ માને છે.) પણ ભાઈ! અનાદિથી એ વ્યવહાર કરી-કરીને તેમાં તું પડ્યો છો. અરે! નિગોદમાં પણ શુભભાવ થાય છે. કોઈ જીવ અનાદિથી નિગોદમાં હોય તો પણ તેને નિરંતર શુભ....અશુભ....શુભ...અશુભ...એમ ભાવ થયા કરે છે. શાસ્ત્રમાં પાઠ છે કે એકેંદ્રિય પણ એક ક્ષણમાં સાતા બાંધે અને બીજા ક્ષણે અશાતા બાંધે. તો, શાતા બાંધે ત્યારે શુભ પરિણામ હોય અને અશાતા બાંધે ત્યારે અશુભ પરિણામ હોય. આ રીતે એકેંદ્રિય અભવ્ય જીવને પણ આવા બન્ને-શુભ કે અશુભ ભાવ હોય છે હોં. તે કારણે એ શુભભાવ નવી ચીજ કયાં છે? વિકાર-કર્મધારા તો અનાદિથી અજ્ઞાનીને ચાલે જ છે, માટે એ શુભભાવ કાંઈ નવી ચીજ નથી. પરંતુ તેનાથી રહિત આત્માના અંતર ભાનમાં શુદ્ધતા પ્રગટે તે અપૂર્વ અને નવીન છે. તથા ત્યારથી તેને ધર્મનીવીતરાગતાની શરૂઆત થાય છે.