________________
ગાથા - ૬૨]
[૧૧૩
ઉત્પન્ન થવાનો અવકાશ નથી. એટલે કે એ વીતરાગભાવમાં વ્યવહારસમિતિનો વિકલ્પ ઉત્પન્ન થાય એમ બનતું નથી. (કદાચ) પરના લક્ષે વિકલ્પ થાય, તો પણ એ મુનિ કે ધર્મીના સ્વરૂપમાં નથી. ભારે વાત ભાઈ!
‘તે વિમુક્ત પુરુષો આ લોકમાં વિમુક્તિનું ભાજન કેમ ન હોય ?'
જેને અંતર સ્વરૂપમાં લીનતા-નિર્વિકલ્પતા-વીતરાગતા-જામી છે મતલબ કે એવી મુનિશા જેને થઈ છે તે અરે! પૂર્ણાનંદરૂપ મુક્તિદશાનું ભાજન કેમ ન હોય? અરે ! તેને મુક્તિ કેમ ન હોય? તેને મુક્તિ હોય જ, અલ્પકાળમાં તે સિદ્ધપદને પામવાના છે. જેમ બીજ ઉગી તે પૂનમ થવાની જ છે, બીજ પૂનમ થયા વિના રહે જ નહીં તેમ જેણે પૂર્ણાનંદ ભગવાન આત્માનો સમ્યક્ષત્ની (સમ્યગ્દર્શનની) પર્યાયમાં સ્વીકાર કરીને તેનો અનુભવ કર્યો તેમ જ તેમાં જ સ્થિર થયા એટલે કે સંકલ્પનો જ્યાં અવકાશ નથી એવી મુનિશા જેને થઈ તેને અરે! મુક્તિ કેમ ન હોય? અર્થાત્ તેની મુક્તિ જ હોય, અલ્પકાળમાં કેવળજ્ઞાન પામીને તે મુક્તિને પ્રાપ્ત કરશે એમ કહે છે. મુક્તિના કારણો– બીજ પ્રગટ્યાં છે, તેથી તે બીજના ફળ તરીકે તેમને કેવળજ્ઞાન ને મુક્તિ થશે... થશે...ને થશે જ....લ્યો, સાધકદશામાં વચ્ચે જે વ્યવહારસમિતિનો વિકલ્પ આવે છે તેની અહીંયા વાત જ કરી નથી. અહીં તો નિશ્ચયસમિતિની જ વાત કરી છે. કારણ કે વ્યવહાર–વિકલ્પ આવે છે તે જાણવાલાયક છે, પણ આદરવાલાયક નથી. અરે! આવી વાત જગતને બેસવી ભારે કઠણ છે.
‘(અર્થાત્ આવા મુનિજનો અવશ્ય મોક્ષનાં પાત્ર છે).’
નિશ્ચયસમિતિ જેને હોય તે જ મુનિ છે અને તેની પર્યાયમાં મોક્ષ આવશે એવા એ પાત્ર છે. તેઓ (મુનિદશારૂપી) વાસણ-થાળી સહિત બેઠા છે તો તેમાં મુક્તિરૂપી લાડવા આવશે જ. એટલે કે જેણે આવી દશા પ્રગટ કરી છે તેને પૂર્ણ મુક્તિરૂપી લાડવા હવે આવ્યે છૂટકો છે. અહીં તો આવી વાત છે ભગવાન! આ તો ધર્મની વાત છે.
અહા! (સાધક દૃષ્ટિ અપેક્ષાએ તો) મુકત જ છે, પણ હજુ પૂર્ણ (સર્વ અપેક્ષાએ) મુક્તિ થઈ નથી. માટે ‘તેની મુક્તિ થશે’ એમ કહ્યું છે. તેને હજુ અલ્પ રાગ છે, તે સાધકદશામાં છે, છતાં સાધક છે તેની મુક્તિ થશે જ એમ કહે છે. અહા! મુનિ પણ સાધક છે અને તેમને દૃષ્ટિ(દર્શન)-જ્ઞાન-સ્થિરતા એ ત્રણેય છે. છતાંપણ હજુ સ્થિરતા ઓછી છે એટલે ત્રણકષાયના અભાવ જેટલી મુક્તિ છે પણ સર્વથા મુક્તિ નથી. છતાં ‘પ્રવચનસાર’ની છેલ્લી પાંચ ગાથાઓમાં એમ કહ્યું છે કે તેઓ તો મોક્ષસ્વરૂપ જ થઈ ગયા છે. અહા! આયુષ્ય હોવા છતાં તેરમે ગુણસ્થાને જેમને કેવળજ્ઞાન થયું છે તે કેવળીને