________________
૧૧ ૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શું કહ્યું? કે મેં પાંચ લાખ રૂપિયા આપ્યા છે, તમારા નામની આ પાઠશાળા બનાવી છે, તમારા નામે પાઠશાળા ચલાવીએ છીએ તેમ જ તમારી હયાતીમાં તે બનાવી છે, માટે એક કલાક તો તમારે ત્યાં ધ્યાન આપવું પડશે. આટલું કામ તમારે કરવું પડશે હોં. - એમ આવું કામ મુનિને માથે હોય નહીં. આવી ભાષા (વાત) પ્રવચનસારમાં (ગાથા ર૨૧માં) પણ છે. વહીવટ કહેતા આટલા છોકરાઓ ભણે છે તેનું ધ્યાન રાખવું વગેરે વહીવટ મુનિને હોય નહીં. અરે! માત્ર ધ્યાન રાખવાનો વહીવટ પણ મુનિને ન હોય. કામ માથે લેવું કહેતા તમારે અહીં એક ક્લાક તો ઉપદેશ દેવો પડશે વગેરે આવું કામ પણ મુનિને માથે હોય નહીં. તેઓ અકષાયભાવમાં ઠર્યા છે ને? માટે તેમને આવો વિકલ્પ ઉઠવાનો અવકાશ નથી.
‘જેમની ભાષા સ્વપરને સફળ (હિતરૂ૫) છે.”
મુનિ પોતાને પણ શુદ્ધ અને શુભ પરિણતિ થાય એવું કહે તેમ જ પરને પણ સ્વનો આશ્રય થઈને શુદ્ધપણું કેમ પ્રગટે અને તે ભૂમિકામાં પરના આશ્રયે કેવો શુભ વિકલ્પ હોય (તે જણાવતો) ઉપદેશ આપે છે. લ્યો, સ્વનો આશ્રય કરાવે એવું મુનિની ભાષામાં આવે છે માટે તે સ્વપરને હિતરૂપ છે એમ કહે છે. વીતરાગી સંતોનો ઉપદેશ એવો હોય કે જેનાથી વીતરાગતા – સ્વનો આશ્રય – પ્રગટ થાય. એવી વાણી (વાત) તેમની ભાષામાં આવે છે. એટલે કે બીજાને ઉપદેશમાં પણ આમ કહે છે. અહા! મુનિરાજના ભાવમાં શુદ્ધ પરિણતિ છે ને? તેથી બીજાને પણ સ્વના આશ્રયે શુદ્ધ પરિણતિ થાય એવું બતાવે છે. મતલબ કે પરના આશ્રયે રાગ થાય અને સ્વના આશ્રયે નિર્મળતા થાય એવું બતાવતો મુનિરાજનો ઉપદેશ હોય છે.
જેઓ સર્વ સંકલ્પ રહિત છે.”
જ્યાં સંકલ્પ-વિકલ્પ નથી અર્થાત્ જ્યાં રાગની ઉત્પત્તિ નથી એવા એકલા આનંદકંદ વીતરાગી બિંબ પ્રભુ આત્માની અંતરમાં મુનિ એકત્વ થયા ત્યાં, તે કારણે, વીતરાગતા જ ઉત્પન્ન થઈ. તેથી હવે સંકલ્પ ઉત્પન્ન થવાનો અવકાશ નથી. અરે! વ્યવહારસમિતિનો વિકલ્પ પણ ઉઠવાનો અવકાશ નથી એમ કહે છે. (કદાચ) વિકલ્પ, વિકલ્પને કારણે પ્રગટ થાવ, પણ નિશ્ચય પરિણતિમાં તેનો પ્રગટવાનો અવકાશ નથી. અહા! મુનિધર્મ અને સમ્યફધર્મ એટલે જ્યાં વીતરાગતા પ્રસિદ્ધપણાને પામી છે. નિજસ્વરૂપ તો વીતરાગરૂપ છે જ. પરંતુ આ તો પર્યાયમાં વીતરાગપણાની પ્રસિદ્ધિ થઈ – વીતરાગતા પ્રસિદ્ધિને પામી – તે મુનિધર્મ અને સમ્યધર્મ છે એમ કહે છે. તેથી હવે તેમને સંકલ્પ