________________
ગાથા – ૬૨]
[૧૧૧
ધામ છે. પ્રભુ તારામાં તો અતીન્દ્રિય આનંદ પાકે હોં. –આવો તું છો, પણ રાગ અને (કર્મનો) ઉદય પાકે એ તું નથી. આવો વીતરાગ મારગ છે બાપુ! અહા! જેની ગંભીરતાનો પાર ન મળે એવી ભગવાનની વાણી છૂટતા તેને ગણધરો અને ઈંદ્રો પણ સ્વીકારે કે “સત્ છે પ્રભુ!' ત્વમેવ સઘં જે રીતે આપ આત્માના અનંત ગુણોનું સસ્વરૂપ કહો છો તે રીતે જ છે પ્રભુ! -આમ અંતર સ્વભાવના સ્વીકારપૂર્વક તેઓ કહે છે. આ રીતે જેને ગણધરો સ્વીકારે અને જેને એકાવતારી ઈદ્રો પણ સાંભળવા આવે તેમ જ સ્વીકારે તે સર્વજ્ઞ ત્રિલોકનાથની વાતો કેવી હશે બાપુ! એ ધર્મકથા ભાઈ! જુદી (અલૌકિક) છે.
અહીં કહ્યું કે સમ્યગ્દષ્ટિની અને મુનિની વર્તમાન પર્યાયમાં બધું આખું તત્ત્વ જણાઈ ગયું છે. એટલે કે જેણે એક આત્માને જાણ્યો તેણે બીજા બધા આત્માઓ અને બીજા બધા દ્રવ્યો આવા છે તેમ જાણી લીધું. કારણ કે એક પરમાણુમાં પણ, જેટલી સંખ્યાએ આત્મામાં ગુણો કહ્યા છે તેટલી સંખ્યાએ ગુણો છે. ફક્ત તફાવત એટલો છે કે તેમાં આ ચૈતન્ય, આનંદ આદિ ગુણો નથી, પણ જડના ગુણો છે. અર્થાત્ આત્મામાં ચૈતન્ય, આનંદ આદિ ગુણો છે, જ્યારે પરમાણુમાં જડ ગુણો છે. છતાં તે જડ ગુણો પણ આત્માના ગુણોની સંખ્યા જેટલાં જ છે. જીવના જેટલા – આકાશના પ્રદેશોની સંખ્યા કરતા અનંતગુણા–ગુણો છે તેટલા જ ગુણો પરમાણમાં છે. સંખ્યામાં ફેર નથી. મતલબ કે એક પરમાણુમાં પણ આકાશના પ્રદેશોની સંખ્યા કરતા અનંતગુણા ગુણો છે. કેમ કે ગુણને (રહેવા માટે) મોટા ક્ષેત્રની જરૂર નથી. જુઓ, પરમાણુનું ક્ષેત્ર તો આવડુંએક પ્રદેશ છે અને આકાશનું ક્ષેત્ર તેનાથી અનંતગણું મોટું છે. છતાં તે આકાશના પ્રદેશોની સંખ્યા કરતા એક પરમાણમાં અનંતગુણા ગુણો છે. તો, આવું વસ્તુસ્વરૂપ જેણે અંતરમાં-સમ્યજ્ઞાનમાં જાણી લીધું તેને મુનિ અને સમકિતી-ધર્મી કહીએ.
જેઓ સર્વ સાવદ્યથી દૂર છે.” - જેઓ પાપના પરિણામથી અંદરમાં વેગળા થઈ ગયા છે.
જેમણે સ્વહિતમાં ચિત્તને સ્થાપ્યું છે.' ચિત્ત એટલે અહીંયા મનની વાત નથી. પણ ચિત્તને એટલે કે જ્ઞાનની પર્યાયને જેમણે પરમાત્માના (-આત્માના) અનંત-અનંત સ્વભાવ-ગુણોમાં સ્થાપી છે. જેને અંતરમાં આવા અનંતા ગુણોના સપણાનું ભાસન થઈ ગયું છે – જેની પર્યાયમાં ગુણોનું સત્પણું ભાસ્યું છે – તેને સમકિતી કહીએ અને આગળ વધીને સ્થિરતા કરે તેને સાધુ કહીએ.
‘જેમને સર્વ પ્રચાર શાંત થયો છે.”