________________
૧૧૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સંખ્યા અનંતગુણી છે. (અર્થાત્ ગુણ જેટલી પર્યાય છે.) લ્યો, આત્મા આવડો મોટો મહાત્મા, પ્રભુ છે. છતાં પણ અરેરે! આત્માની તેને ખબર નથી. તેણે આત્માને કાં એક અંશમાં, કાં પુણ્યની ક્રિયામાં અને કાં દેહમાં કે તેની ક્રિયામાં માની લીધો છે. પરંતુ એ તો મિથ્યાભ્રમ છે.
અહા! વસ્તુસ્વભાવ અમાપ છે. પણ જેને “સ્વભાવ’ કહીએ તેનું માપ શું? સ્વભાવ એટલે સ્વરૂપ, પોતાનું સત્ત્વ. તો, સત્ એવા પ્રભુ આત્માનું જે સત્ત્વ છે, તેની જે શક્તિ છે, તેનો જે ગુણ છે તેનું શું કહેવું? એ તો અપાર-અમાપ છે. તે ગુણોની સામર્થ્યતા તો અમાપ છે, પરંતુ તે ગુણોની સંખ્યા પણ અમાપ છે. આકાશના જેટલાઅમાપ પ્રદેશ છે તેનાથી અનંતગુણા એક જીવમાં ગુણ છે. અલોક...અલોક...અલોક... એમ આકાશ ચાલ્યું જ જાય છે. શું તેનો ક્યાંય અંત છે? (ના). તો, તેના પ્રદેશોની સંખ્યા છે તેના કરતાં એક જીવમાં અનંતગુણા ગુણ છે. લ્યો, આ તો ભગવાન સર્વશે જેને આત્મા કહ્યો છે તે આત્મા આવો અનંત ગુણમય છે એમ કહે છે. જો કે સર્વજ્ઞા સિવાય બીજા બધા અજ્ઞાની પણ “આત્મા...આત્મા' તો કરે છે, પરંતુ સર્વશે કહેલા આવા આત્મા સિવાય બીજા બધા કહે છે તે આત્મા સાચો છે નહીં. વેદાંતમત પણ આત્માની વાતો કરે છે ને? કે આત્મા નિરંજન, નિરાકાર છે અને તેનો નિર્વિકલ્પ અનુભવ થાય. પરંતુ તે બધી માત્ર વાતો છે. કેમ કે તેને આત્મા કોણ છે તેની ખબર ક્યાં છે? વિક્રમ સંવત ૧૯૬૪ માં વડોદરામાં જોયેલા ‘સતિ અનસૂયા' નાટકમાં પણ આવતું હતું ને? કે બેટા! શુદ્ધોસિ-શુદ્ધ છો; બુદ્ધોસિ-બુદ્ધ છો, જ્ઞાનનો પીંડ છો; ઉદાસીનોસિઉદાસીન છો, તારી ચીજ પરથી ભિન્ન-ઉદાસ છે; નિર્વિકલ્પોસિ-નિર્વિકલ્પ છો, વસ્તુ અભેદ-નિર્વિકલ્પ છે. જુઓ, પહેલાં આવા સંસ્કાર બાળકને નાટકમાં પણ અપાતા.
જ્યારે અત્યારે મોટી ઉમરવાળાને પણ એટલી ખબર નથી કે શુદ્ધ-બુદ્ધ કોને કહે છે. “શ્રીમમાં પણ આવે છે ને? કે,
‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તો પામ.' (આત્મસિદ્ધિ ગા. ૧૧૭)
આ ગાથામાં બહુ સરસ કહ્યું છે. ‘શુદ્ધ' એટલે પરમાત્મસ્વરૂપ આત્મા અનંત ગુણોથી શુદ્ધ છે. ‘બુદ્ધ એટલે આત્મા એકલો જ્ઞાનનો પુંજ છે. ચૈતન્યઘન' એટલે આત્મા અસંખ્ય પ્રદેશ છે. જુઓ, “ચૈતન્યઘન' કહીને તેમાં અસંખ્ય પ્રદેશની વાત કરી છે. કારણ કે તે અસંખ્ય પ્રદેશની વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય (બીજા કોઈ મતમાં) હોય નહીં.
સ્વયંજ્યોતિ’ એટલે આત્મા ઝળહળ ચૈતન્યજ્યોતિ છે કે જે પોતે પોતાથી બળે (જાણે) છે, તેને કોઈ પરની અપેક્ષા નથી. અને સુખધામ” એટલે આત્મા અતીન્દ્રિય આનંદનું ખેતર