________________
૨૯૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા! ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે એટલે કે આત્માના આનંદ-સુખની જે સન્મુખ છે તથા જે સર્વ સંગના સંબંધથી મુક્ત છે અર્થાત્ અસંગ એવા ભગવાન આત્માના સંગમાં જે લીન છે એવું સાધુનું ચૈતન્યપરિણમન અમને, મુનિ કહે છે કે, વંદ્ય છે. કહો, આ મુનિ શ્રી પદ્મપ્રભમલધારિદેવ અન્ય મુનિને માટે આમ કહે છે.
“હે સાધુ! તે મનને શી નિજાત્મામાં મગ્ન કરો.” શુદ્ધ પરિણતિને ખૂબ (ઘણી) અંદરમાં વાળો, ઉગ્રપણે અંદરમાં સ્થિર થાવ એમ કહે છે. જ્યાં પૂર્ણાનંદસ્વરૂપે પોતે પ્રભુ ભગવાન આત્મા બિરાજે છે ત્યાં લીન થાવ અને એ સાધુનું કર્તવ્ય-કાર્ય છે. અરે! બીજે તો આ વાતની ગંધ પણ સાંભળવા મળતી નથી. ત્યાં તો આ કરો, તે કરો એવી વાત મળે છે. અરેરે. (જીવન ચાલ્યા જાય છે).
- એ શ્લોક ૧૦૬ થયો. હવે વ્યવહારચારિત્ર અધિકારની છેલ્લી ગાથા.
પ્રવચન નં. NSS / ૬૭
તારીખ ૧૪-૭-૭૧
ગાથા – ૭૫ ) શ્લોક - ૧૦૬ /