________________
ગાથા – ૭૫]
[૨૯૭
અને સર્વ સંગના સંબંધથી જે મુક્ત છે.” આ સાધુની વાત છે ને? એટલે તેમને સર્વ સંગ છૂટી ગયો છે એમ કહે છે. અસંગ ભગવાન આત્માના સંગમાં પડેલા મુનિને સર્વ પરનો સંગ છૂટી ગયો છે.
પ્રશ્ન:- શાસ્ત્રનો સંગ તો હોય ને?
સમાધાન:- ખરેખર એ પણ અંતરમાં નથી. શાસ્ત્ર વાંચનનો વિકલ્પ છે તેનાથી પણ સાધુ છૂટેલા છે. કેમ કે તેઓ વ્યવહારથી મુક્ત છે. અરે! ચોથે ગુણસ્થાને, કહ્યું છે કે, સમકિતી રાગથી-વ્યવહારથી મુક્ત છે અર્થાત્ દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાના વિકલ્પથી મુક્ત છે. તો પછી મુનિની શું વાત કરવી? સમ્યગ્દર્શન થતાં સમકિતીને પણ વિકલ્પથી મુક્ત દશા છે. હા, અસ્થિરતાની અપેક્ષાએ વિકલ્પ હો, છતાં પણ દષ્ટિની અપેક્ષાએ તો વિકલ્પથી મુક્ત છે. રાગ દષ્ટિનો વિષય નથી અને દૃષ્ટિના પરિણમનમાં રાગ આવતો નથી. તેથી સમ્યગ્દર્શન થતાં સમકિતી પણ શાસ્ત્ર ભણતર આદિના વિકલ્પથી છૂટ્યો છે અને મુનિ પણ એ વિકલ્પથી છૂટા પડ્યા છે એમ કહે છે. બીજી રીતે કહીએ તો, સમ્યગ્દર્શન થતાં વીતરાગરસે પરિણમેલો ભગવાન આત્મા રાગરસથી છૂટો પડી ગયો છે. - આ વાત જગતને પકડવી બહુ કઠણ છે. એટલે અંતરની પકડ (સમજણ) વિના, બહારની પકડ (ક્રિયા) કરીને (સાધુ થવા) ચાલી નીકળે છે. પણ ભાઈ! મારગ તો આવો છે. આ, તારા સ્વભાવના લાભની વાત છે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે.
અહીં કહે છે કે મુનિ સર્વ સંગના સંબંધથી મુક્ત છે. કહો, આમાં શું (ક્યો સંગ) બાકી રહ્યું? અહા! જિનવાણીની જેમ દેવ, ગુરુ પણ પર છે. તેથી તેનો સંગ પણ મુનિને અંતરથી છૂટી ગયો છે. બાપુ મોક્ષનો માર્ગ કોઈ અલૌકિક છે. તે અંતરના અવલોકન વિના બહારથી પ્રાપ્ત થાય એમ નથી. જુઓ, શ્લોકમાં ‘ત્ય સર્વામિષાસંવધાતું” એમ છે ને? એટલે કે મુનિને કંઈપણ સંગ જ નથી. જો કે ચોથે ગુણસ્થાને સમકિતીને (દષ્ટિની અપેક્ષાએ) વિકલ્પનો સંગ નથી – વિકલ્પથી મુક્ત છે. છતાંપણ અસ્થિરતાની અપેક્ષાએ રાગ છે. પરંતુ હવે તો તે અસ્થિરતાના રાગથી પણ મુનિ છૂટી ગયા છે એમ કહે છે. અહા! એકલી વીતરાગધારા એ સાધુપદ છે. જ્યારે વચ્ચે પંચમહાવ્રતાદિનો વિકલ્પ આવે એ કર્મધારા છે અને તે સ્વરૂપમાં છે જ નહીં.
એવું તે સાધુનું મન અમને વંઘ છે.” મન = ચૈતન્યપરિણમન. મુનિ શ્રી પદ્મપ્રભમલધારિદેવ પોતે કહે છે કે આવું તે સાધુનું ચૈતન્યપરિણમન અમને વંદ્ય છે.