________________
ગાથા - ૬૩]
અને વ્યવહાર એષણાના વિકલ્પવાળો પણ નથી એમ કહે છે. અહા ! પૂર્ણ.. પૂર્ણ... પૂર્ણ... આનંદપ્રકાશ, જ્ઞાનપ્રકાશ, શ્રદ્ધાપ્રકાશ વગેરે આવી જે પૂર્ણ શક્તિઓ છે સનું સત્ત્વ છે – સત્નો સ્વભાવ છે – સત્નો ત્રિકાળી ભાવ-ગુણ છે – તેનાથી પરિપૂર્ણ વસ્તુ છે. તે પરિપૂર્ણ વસ્તુ-સત્ત્નું જે ધ્યાન કરે છે અને તેમાં લીન થાય છે તેને વીતરાગ દશા પ્રગટ થાય છે તથા તેને સાચું તપ ને મુનિપણું કહેવામાં આવે છે. લ્યો, મુનિપણું આવું હોય એમ કહે છે. ભારે ભાઈ!
[૧૩૭
અહા! શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ બધા આચાર્યો હતા. જ્યારે આ ટીકા કરનાર શ્રી પદ્મપ્રભમલધારીદેવ મુનિ-ભાવલીંગી સંત છે અને તેઓ પોતે કહે છે કે મુનિપણું આવું હોય હોં. મુનિ-સાચા સંત એને કહીએ કે જેની અંતરમાં-શુદ્ધોપયોગમાં રમણતા છે. અર્થાત્ જેને શુદ્ધોપયોગ હોય તેને મુનિ કહીએ. પંચ મહાવ્રતનો વિકલ્પ શુભોપયોગરૂપ હોવાથી મુનિપણું નથી. એ તો વ્યવહારમાં (-શુભભાવમાં) જાય છે. આ રીતે કહ્યું કે, ધ્રુવમાં શુદ્ધોપયોગની રમત જામી જાય તેને તપ કહીએ. તે તપ કરનારને તપસ્વી કહીએ, મુનિ કહીએ અને તપને મુનિપણું કહીએ.
પ્રશ્ન:- મુનિરાજ શાસ્ત્ર રચના વખતે તો વ્યવહારમાં હશે ને?
સમાધાન:- શાસ્ત્ર રચના વખતે ભલે વ્યવહારનો (શુભરાગનો) વિકલ્પ છે. છતાં, મુનિરાજ કહે છે કે, તે વિકલ્પ વખતે પણ હું તો એવો ને એવો (વીતરાગી) છું. શાસ્ત્ર લખવાનો વિકલ્પ છે તે પણ હું નથી, હું તો તેના નિષેધમાં છું. હું તો પૂર્ણ જ્ઞાનપ્રકાશમાં લીન છું, અર્થાત્ મારી જ્ઞાનમાં લીનતા છે તે હું છું અને તે મુનિપણું છે. જ્યારે આ શાસ્ત્ર રચનાનો વિકલ્પ ઉઠ્યો છે તે મુનિપણું નથી. એ તો રાગ છે. અરે! વીતરાગ સર્વજ્ઞનો પંથ—બંદરમાંથી વીતરાગી દશાનો પ્રવાહ વહ્યો તે—તો જુઓ!
કહે છે કે જિનસ્વરૂપી પ્રભુ આત્મા પોતે જ છે. વીતરાગસ્વરૂપે જ ભગવાન આત્મા છે. આવા વીતરાગી ઘનમાં જે લીન થાય છે તેને શક્તિમાંથી વીતરાગતા વ્યક્ત-પ્રગટ થાય છે. અને તે વીતરાગતા પ્રગટ થઈ તે તપ છે, મુનિપણું છે. જો કે સાથે એષણાસમિતિનો વિકલ્પ હોય છે, છતાં તે વિકલ્પ મુનિપણું નથી એમ કહે છે.
અહીં કહે છે કે આવો પૂર્ણાનંદ પ્રભુ ભગવાન આત્મા છે તેમાં જેમની શુદ્ધોપયોગરૂપ