________________
૨૬૨].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સિદ્ધભગવાન, કહે છે કે, ચૈતન્યઘનરૂપ નક્કર ચૂડામણિ છે. અહા ! ચૈતન્યમાં પોલાણ (-ખાલી જગ્યા) ક્યાં છે ? એ તો ઘન છે. આત્માના અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણનો પીંડ છે કે જેમાં વિકલ્પનો પ્રવેશ નથી તેમ જ પરક્ષેત્રનો પણ પ્રવેશ નથી. સિદ્ધભગવાન લોકના અગ્રે રહે છે એમ (વ્યવહારથી ભલે) કહો, પણ એ લોકાગ્રના ક્ષેત્રનો સિદ્ધભગવાનના આત્મામાં પ્રવેશ નથી. પોતાના ક્ષેત્રમાં (-આત્મામાં) સિદ્ધભગવાન પોતે
‘નિશ્ચયથી તે દેવ સહજપરમચૈતન્યચિંતામણિસ્વરૂપ નિત્યશુદ્ધ નિજ રૂપમાં જ વસે છે.” સિદ્ધભગવાન લોકના અગ્રે છે એ વ્યવહારથી વાત હતી. હવે ‘નિશ્ચયથી” કહે છે કે, તે દેવ' - પરમાત્મા સિદ્ધભગવાન ‘સહજપરમચૈતન્યચિંતામણિસ્વરૂપ' – સ્વાભાવિક પરમચૈતન્યચિંતામણિસ્વરૂપ.........અહા! 'ક' બોલવામાં અસંખ્ય સમય જાય છે. તેનામાંના એક સમય જેટલા કાળમાં સમસ્ત લોકાલોક જણાઈ જાય એવી તાકાતવાળું ચૈતન્યચિંતામણિ રતન છે અને આવા સહજપરમચૈતન્યચિંતામણિસ્વરૂપ નિત્યશુદ્ધ નિજ રૂપમાં જ નિશ્ચયથી તે દેવ વસે છે. અર્થાત્ સિદ્ધભગવાનની પર્યાય કાયમ નિત્યસ્વરૂપમાં જ વસે છે, નિર્મળ શુદ્ધસ્વરૂપ છે તેમાં વસે છે એમ કહે છે. બીજી રીતે કહીએ તો, સમયે-સમયે પોતાની પરમ અનંત અતીન્દ્રિય આનંદદશારૂપી અમૃતનું ભોજન સિદ્ધભગવાન કરે છે. લ્યો, તેમને અતીંદ્રિય આનંદામૃતનો ભોગ સમયે-સમયે છે એમ કહે છે. અજ્ઞાની બહારમાં ભગવાનને ભોગ-થાળ ચડાવે છે ને? પણ તે ભોગ તો ધૂળનો છે, તેની અહીં વાત નથી. અહીં તો અનંત અતીંદ્રિય આનંદના અનુભવરૂપ ભોગ સિદ્ધ પરમાત્માને પ્રગટ્યો છે એમ કહે છે અને એવા તે સિદ્ધભગવાન નિત્યશુદ્ધ નિજ રૂપમાં જ વસે છે. નિત્યશુદ્ધ નિજ સ્વરૂપમાં જ સિદ્ધપરિણતિ વસે છે.
આ રીતે નિશ્ચયથી સિદ્ધભગવાન નિજ સ્વરૂપમાં વસે છે અને વ્યવહારથી લોકના અગ્રે રહે છે. (વ્યવહારથી) સિદ્ધભગવાન લોકના અગ્રે છે એમ કહેવું તે બરાબર છે. કેમ કે તેઓ લોકના અગ્રે છે, પણ કાંઈ લોકમાં નીચે નથી. માટે (વ્યવહાર) અપેક્ષાએ એ વાત બરાબર છે. આ રીતે સિદ્ધભગવાનનો આત્મા લોકના અગ્રે છે એમ કહેવું તે વ્યવહાર છે. નિશ્ચયથી તો તેઓ પોતાના સ્વરૂપમાં જ છે. નિજ અતીન્દ્રિય મંદિરમાં – પોતાની નિરાવરણ નિર્મળદશા થઈ છે એમાં – સિદ્ધભગવાન વસે છે.
અહા! આત્મા અરૂપી હોવા છતાં પણ મહા પદાર્થ છે. તે અરૂપી તો તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી માટે છે, છતાં પણ તે અરૂપી આત્માનું પોતાનું સ્વરૂપ છે. અર્થાત્