________________
ગાથા – ૭૨]
૨૬૧
શ્લોક
૧૦૧ ઉપરનું પ્રવચન
ભગવાન સિદ્ધપરમાત્મા લોકના અગ્રે છે અર્થાત્ પરના ક્ષેત્રમાં છે એમ વ્યવહારનયથી કહેવામાં આવે છે. નિશ્ચયથી તો ભગવાન પોતાના સ્વરૂપમાં છે. અહા! તેઓ લોકના અગ્રે છે એમ કહેવું એ વ્યવહાર છે, કેમ કે લોક પર (-ભિન્ન) છે ને? અને પરાશ્રિત તે વ્યવહાર. માટે તેઓ લોકના અગ્રે રહે છે એમ કહેવું તે વ્યવહાર છે.
ખરેખર તો ભગવાન પોતાના ગુણ ને પર્યાયમાં વસેલા છે. તેઓ પોતાના ભાવમાં ને ક્ષેત્રમાં વસેલા છે, પણ પરભાવમાં કે પરક્ષેત્રમાં વસેલા નથી. જે પોતાનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે અને જે પોતાના અનંત ગુણની પર્યાયનું પરિણમન છે તેમાં ભગવાન વસેલા છે. આ રીતે ભગવાન નિજક્ષેત્રમાં વસ્યા છે એમ કહેવું તે નિશ્ચય છે અને લોકના અગ્રે રહે છે એમ કહેવું તે વ્યવહાર છે.
—
વળી કોઈ કહે છે કે - ઉપર કહ્યું તેનો અર્થ એવો કરે છે કે ભગવાન લોકના અગ્રે રહે છે તેને તમે વ્યવહાર કહો છો અને વ્યવહાર તો અભૂતાર્થ છે, અન્યથા કહે છે. તો શું ભગવાન લોકના અગ્રે રહે છે તે કથન ખોટું છે? તેઓ લોકના અગ્રે રહેતા નથી? શું બીજે રહે છે? - આવા તર્ક અત્યારે ઘણા કરે છે.
-
અજ્ઞાની જ્યાં-ત્યાં આવા તર્ક ઉઠાવે છે. કેમ કે કોઈપણ રીતે વ્યવહારને સાચો સિદ્ધ કરવો છે ને? ભાઈ! (સિદ્ધભગવાન વ્યવહારથી તો લોકાગ્રે જ છે, પણ) નિશ્ર્ચયથીખરેખર તેઓ લોકના અગ્રે નથી, પરક્ષેત્રમાં નથી, પોતાના સ્વરૂપમાં છે. પોતાના દ્રવ્યગુણ-પર્યાયમાં પોતે સિદ્ધભગવાન બીરાજે છે, છતાં તેઓ પરક્ષેત્રમાં છે એમ કહેવું એ વ્યવહાર છે.
અહીં કહે છે કે,‘વ્યવહારનયથી....' - એટલું રાખીને આગળ વાંચવું કે ‘જ્ઞાનપુંજ એવા તે સિદ્ધભગવાન ત્રિભુવનશિખરની ટોચના (ચૈતન્યઘનરૂપ) નકર ચૂડામણિ છે.' સિદ્ધપ્રભુ એકલા જ્ઞાનના પુંજ છે. તેમને એકલી (-પૂર્ણ) જ્ઞાનદશા પ્રગટી છે. તેથી પૂર્ણ જ્ઞાનપુંજ થઈ ગયા છે એમ કહે છે. અને આ આત્મા પણ એવો જ છેએકલો જ્ઞાનનો પુંજ છે એમ કહેવું છે. ચૈતન્યઘનપણું તે પોતાનો (-આત્માનો) સ્વભાવ છે, (તેથી સિદ્ધભગવાન તેમાં છે એમ કહેવું તે નિશ્ચય છે) અને લોકશિખર ઉપર છે એમ કહેવું તે વ્યવહાર છે.