________________
ગાથા – ૭૨]
[૨૬૩
અરૂપી આત્માનું રૂપ-સ્વરૂપ છે. લ્યો, અરૂપીનું પણ રૂપ! પરંતુ અરૂપી હોવા છતાં આત્માનું કોઈ સ્વરૂપ છે કે નહિ? જેમ આ શરીર જડસ્વરૂપ છે તેમ આ અરૂપી આત્માનું પણ સ્વરૂપ છે, તે સ્વરૂપવાળો પદાર્થ છે.
અહીં કહ્યું કે, વિજ્ઞાનઘન ચૈતન્યચિંતામણિ રતન એવા નિત્યશુદ્ધ નિજ રૂપમાં જ સિદ્ધભગવાન વસે છે. - આ એમનું નિશ્ચય ક્ષેત્ર છે. અને તેઓ લોકના અગ્રે રહે છે એમ કહેવું તે, પરની અપેક્ષા આવતી હોવાથી, વ્યવહાર છે.
શ્લોક
૧૦૨ ઉપરનું પ્રવચન
‘અવ્યાવાધાન્નમામિ’ અવ્યાબાધ એવા સિદ્ધભગવાનના સ્વરૂપને હું નમસ્કાર કરું છું.
‘જેઓ સર્વ દોષોને નષ્ટ કરીને દેહમુક્ત થઈને ત્રિભુવનશિખરે સ્થિત છે.’ લ્યો ભાઈ! અહીં તો સર્વ સિદ્ધો સર્વ દોષોનો નાશ કરીને સિદ્ધ થયા અને અનાદિથી આ રીતે જ પરંપરા ચાલે છે એમ કહે છે.
પ્રશ્ન :- સિદ્ઘ તો અનાદિના છે ને? પહેલાં બધા જ સંસારી હતા અને પછી કોઈ સિદ્ધ થયું એમ તો નથી? (છતાં અહીં ‘સિદ્ધ થયા' એમ કેમ કહ્યું?)
સમાધાન :- ભાઈ! એક-એક વ્યક્તિની અપેક્ષાએ તો એમ જ કહેવાય કે તેઓ પહેલાં સંસારી હતા અને પછી સિદ્ધ થયા. તેમને પહેલાં સંસારદશા હતી જ નહીં એમ નથી, પરંતુ સમસ્તીગતની અપેક્ષાએ એમ કહેવાય કે અનંતા સિદ્ધ અનાદિના છે. પહેલાં કોઈ સિદ્ધ નહોતા અને કોઈ પહેલાં-વહેલા જ સંસારનો નાશ કરીને સિદ્ધ થયા એમ હોય નહિ. અનંત સિદ્ધ પણ અનાદિના છે અને અનંત સંસારી પણ અનાદિના છે. અનાદિથી જ બધું (સંસારપણું અને સિદ્ધપણું) રહેલું છે. આ રીતે, ‘કોઈ સિદ્ધ થયા’ એમ જ્યારે (વ્યક્તિગત) કહીએ ત્યારે તો એમ જ કહેવાય કે તેઓ સર્વ દોષોને નષ્ટ કરીને દેહમુક્ત થયા. લ્યો, જે છેલ્લો દેહ હતો એનાથી મુક્ત થઈને સિદ્ધભગવાન ત્રિભુવનશિખરે સ્થિત છે. ત્રણ ભુવનના શિખરની ઉપર સ્થિત છે.
-
‘જેઓ નિરુપમ વિશદ (-નિર્મળ) જ્ઞાનદર્શનશક્તિથી યુક્ત છે.’ જેને ઉપમા ન અપાય એવા નિર્મળ જ્ઞાન-દર્શનથી સિદ્ધભગવાન યુક્ત છે—સહિત છે. અહા!
-