________________
ગાથા – ૬૧].
[૭૫
પામે છે–વ્યય અને દ્રવ્યપણે ટકી રહે છે—ધ્રૌવ્ય. આ ત્રણપણે નિરંતર–સમયેસમયે જડ ને ચેતન છે. તેમાં તેને કોઈ વિશ્રામ નથી. હવે કહે છે કે, આ શરીરની પર્યાય થાય છે તે શરીરના કારણે થાય છે. જીવને ઈચ્છા થાય કે જોઈને ચાલું, છતાં શરીરના પગનો ભાગ, જોઈને ચાલવાનો વિકલ્પ છે માટે ગતિ કરે છે એમ નથી. કેમ કે પગના અનંત પરમાણુ પોતાના ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય સહિત છે. તેથી તેનાથી તેની ગતિ થાય છે. તેમાં જીવના વિકલ્પનો બિલકુલ અધિકાર નથી. આવું છે ભાઈ!
ભાઈ! નવ તત્ત્વો સિદ્ધ કરવા પડશે કે નહીં? (હા.) તો, અજીવતત્ત્વ અજીવપણે છે એમ કયારે સિદ્ધ થશે? કે જ્યારે એ અજીવતત્ત્વ પોતે પોતાની પર્યાયપણે સમયેસમયે–નિરંતર ઉપજે, પૂર્વની પર્યાયપણે વ્યય થાય અને પોતે ધ્રૌવ્ય રહે ત્યારે. આવું અજીવતત્ત્વ છે તે પોતાના કારણે પોતાની પર્યાયને પામે છે, આત્માના વિકલ્પના કારણે નહીં.
અહા! (૧) આત્માને વ્યવહાર સમિતિનો વિકલ્પ આવે માટે શરીરની ગતિ થાય એમ પણ નથી અને (૨) શરીરની ગતિપર્યાય થાય માટે અહીં જીવને વ્યવહાર સમિતિનો વિકલ્પ આવે એમ પણ નથી. તેમ જ (૩) વ્યવહાર સમિતિનો વિકલ્પ આવે માટે નિશ્ચયસમિતિ છે એમ પણ નથી. અને (૪) નિશ્ચયસમિતિ છે માટે વ્યવહારસમિતિનો વિકલ્પ આવે એમ પણ નથી.
જુઓ, અસ્તિ-નાસ્તિરૂપ અનેકાંત છે ને? તેથી, (૧) સ્વભાવની અસ્તિમાં વિભાવની નાસ્તિ અને (૨) વિભાવની અસ્તિમાં સ્વભાવની નાસ્તિ. તથા (૩) વિભાવની અસ્તિમાં શરીરપર્યાયની નાસ્તિ અને (૪) શરીરપર્યાયની અસ્તિમાં વિભાવની નાસ્તિ.
લ્યો, વસ્તુનું સ્વરૂપ જ આવું અનેકાંતમય છે. એ વસ્તુ પોતે જ આ રીતે પોકારે છે, એ પોતે ચીજ જ આવી છે.
અહા! જડ ને ચેતનરૂપ અનંત તત્ત્વો છે ને? તો, તે અનંત તત્ત્વો અનંતપણે રહીને પોતાપણે પરિણમે છે, પોતાની અનંત વર્તમાન પર્યાયે પરિણમે છે. જો તમે અનંત પદાર્થ કહો તો તે અનંત પદાર્થનો સ્વીકાર ક્યાં ક્યારે કહેવાય? કે એ અનંત પદાર્થ