________________
૭૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ભિન્ન-ભિન્ન રહીને પરિણમે છે એમ માનો ત્યારે. અને જો તેઓ ભિન્ન-ભિન્ન પરિણમે છે તો, તેઓ અનંતપણે રહે છે કે એકપણે થાય છે? માટે અનંત પદાર્થ અનંતપણે રહીને તેમની પોતાની પર્યાયના ઉત્પાદ-વ્યય કરે છે. બીજી રીતે કહીએ તો, અનંત પદાર્થમાં સમયે-સમયે નિરંતર પ્રવાહરૂપે તેમના પોતાના ઉત્પાદ-વ્યય થયા કરે છે અને પોતાનું ધ્રૌવ્યપણું રહે છે. આમ માને ત્યારે તો તેણે તે અનંત પદાર્થને અનંત તરીકે
સ્વીકાર્યા કહેવાય. એટલે કે પદાર્થોના ભિન્ન-ભિન્નપણાનો–અનંતપણાનો સ્વીકાર કર્યો કહેવાય. પરંતુ તે અનંત પદાર્થમાંથી એક પણ પદાર્થની પર્યાય મારાથી થઈ છે એમ કોઈ કહે-માને તો તેણે તે અનંત પદાર્થનો ભુક્કો વાળ્યો–તેણે અનંત પદાર્થ માન્યા નહીં. બરાબર છે ને? અહા! વસ્તુ-ચીજનું સ્વરૂપ તો આવું છે. પણ શું થાય? (અજ્ઞાની તેને સ્વીકારતો નથી.)
અહા! અનંત આત્માઓ અને અનંત રજકણો એક જ સમયમાં ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય યુકત સત્ છે. અર્થાત્ તેમનું હોવાપણું પોતાની વર્તમાન પરિણતિ-પર્યાયથી ઉત્પન્નરૂપ છે, પૂર્વની પર્યાયથી વ્યયરૂપ છે અને ધ્રૌવ્યની અપેક્ષાએ સદશપણે કાયમ છે. આવું સમયે-સમયે દ્રવ્યનું સ્વરૂપ છે. હવે આવું સ્વરૂપ છે તેમાં, કહે છે કે, પરમાણુ ગતિ કરે ત્યારે આત્માનો વિકલ્પ તે ગતિમાં કાંઈ મદદ કરે કે આત્માનો ઉત્પાદ પરમાણુમાં કાંઈ ઉત્પાદ કરે એમ નથી. અહાહા! જુઓને, કેવી વાત કરે છે!
અહીં (શ્લોકમાં) કહે છે કે સમિતિ મુનિઓને શીલનું મૂળ છે. શીલ ચારિત્ર, સ્વરૂપની રમણતા. ચારિત્રકચરવું, રમવું, સ્થિર થવું. પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મામાં રમવું, આત્મા આત્મારામમાં રમતે ચડે તેને ચારિત્ર કહે છે. બીજી રીતે કહીએ તો પૂર્ણાનંદસ્વરૂપમાં ચરવું–તેને અનુભવવો તે ચારિત્ર છે. જેમ ઢોર ઘાસને ચરે છે ને? તેમ પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માના આનંદને ચરવો-અનુભવવો તેનું નામ ચારિત્ર છે કે જે મુક્તિનું કારણ છે. તે ચારિત્રનું મૂળ આ સમિતિ છે. પૂર્ણસ્વરૂપ ભગવાન આત્મામાં રમત–અંદરમાં રમણતા–તે ચારિત્ર છે અને તે ચારિત્રનું મૂળ આ ઈસમિતિ છે. અર્થાત્ અંતરના સ્વરૂપને જોઈને તેમાં રમવું તે સમિતિ છે અને તે સમિતિ ચારિત્રનું મૂળ છે, ચારિત્રનો ભાગ છે, ચારિત્રને સહાયક દશા છે. આ વિકલ્પરૂપ સમિતિની વાત નથી હો. લ્યો, આ, (‘સમિતિ મુનિઓને શીલનું મૂળ છે' - એ) શબ્દોની આટલી વ્યાખ્યા છે. અહા! આ કાંઈ કથા નથી કે શબ્દથી તુરત જ પૂરું પડી જાય. (-વાત પૂર્ણ થઈ જાય.) આ તો મૂળની અંદરના ગર્ભની_વાત છે.