________________
ગાથા - ૬૧]
[09
ભગવાન આત્માના પૂર્ણસ્વરૂપને અંદરમાં જોવું-જાણવું અને તેમાં ઠરવું તે કાંઈ ઓછી વાત છે? કારણ કે એક સમયની પ્રગટ અવસ્થા-પર્યાયની જ રમત તેણે અનંતવાર પર્યાયમાં કરી છે. અહા! અવસ્થા પ્રગટ છે, જ્યારે વસ્તુ-આખું દ્રવ્ય અપ્રગટ-અવ્યક્ત છે. હવે જ્યાં પૂર્ણ દ્રવ્યનો અંતરમાં સ્વીકાર થઈને, તેની સન્મુખ થઈને, પરિણમન થાય છે ત્યાં, કહે છે કે, ઈર્યાસમિતિ છે અને તે સમિતિએ જોયું (-જાણ્યું) કે આત્મા આવો છે. આમ, તે સમિતિ આત્માને જોઈને પરિણમે છે. આવી તે ઈર્યાસમિતિ ચારિત્ર-શીલનું મૂળ છે, મુક્તિની સખી છે. જુઓ, આમ કહીને અહીં એમ કહેવા માગે છે કે વ્યવહારસમિતિનો વિકલ્પ આવે તે ચારિત્રનું મૂળ નથી, પણ ચારિત્રનો દોષ છે. ભારે વાતુ ભાઈ! અહા! આ તો સત્યનું સર્પણું આવું છે એમ સિદ્ધ કરવું છે.
અરે! એણે સત્ય સાંભળ્યું નથી હોં. તેની ચીજ એવો પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા અંદર ડોલી રહ્યો છે. તેની એક-એક શક્તિ પૂર્ણ છે અને એવી અનંત શક્તિના સામર્થ્યવાળું તે એક પૂર્ણ તત્ત્વ છે. માટે તેની સન્મુખ થઈને, તેનો આશ્રય કરીને, તેનું અવલંબન લઈને, કહે છે કે, તેનો સ્વીકાર કરવો. અનાદિથી તે પર્યાય અને રાગની સન્મુખ હતો તેથી સ્વભાવથી વિમુખ હતો. પરંતુ હવે એ પર્યાય અને રાગથી વિમુખપણું કરીને ત્રિકાળી સ્વભાવનું સન્મુખપણું કર્યું તો તેને ત્રિકાળી ચીજનો સ્વીકાર થયો અને ‘તે છે’ એમ માન્યું. પહેલાં અજ્ઞાનદશામાં ‘તે છે’ એમ માન્યું નહોતું. કેમ કે આવો ભગવાન આત્મા છે એમ ક્યારે માન્યું કહેવાય? કે જ્યારે ‘આ જ્ઞેય આવું પૂર્ણ છે' એવું તેના જ્ઞાનમાં ય તરીકે જણાય ત્યારે ‘આ છે' એમ આત્માની માન્યતા થાય. તે સિવાય ‘આત્મા છે, આત્મા છે' એમ (માત્ર ભાષા બોલવાથી તેની માન્યતા ન થાય.) આત્મા છે તે કેવો છે? કેમ છે? તે શેમાં બેઠો છે ? તેના ભાન વિના ‘તે છે’ એવી માન્યતા કેમ થાય? શેમાં થાય ?
અહા! પહેલાં શ્રદ્ધા અને જ્ઞાનમાં સ્વીકાર આવે છે કે આ આત્મચીજ આવી છે ભગવાન આત્મા પૂર્ણાનંદ ચૈતન્યચમત્કાર છે. પછી તેની રમતમાં ચડવારૂપ ચારિત્રમાં સ્વીકાર આવે છે. બીજી રીતે કહીએ તો, જેને ‘આ આત્મા પૂર્ણ છે’ એવો પ્રથમ અંદર જ્ઞાનમાં ભાસ થયો છે ત્રિકાળી ભાવનું ભાસન-ભાન થયું છે—તેને પછી, ‘આ આત્મા પૂર્ણ છે' એમ પ્રતીત થાય છે. અને પછી એ ત્રિકાળી ભાવમાં ભાન અને પ્રતીત સહિત રમણતા કરે તો તેને ચારિત્ર થાય છે.
-