________________
૭૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
જુઓ, વ્યવહાર ઈસમિતિને રચે તે વીર્યને તો નપુંસક કહ્યું છે. કેમ કે આત્મામાં ત્રિકાળી વીર્યગુણ છે તેનું કાર્ય તેને કહીએ કે જે આનંદાદિ અનંત ગુણની નિર્મળતાને રચે. લ્યો, તેને જ વીર્ય કહીએ. પણ રાગને રચે તેને વીર્ય ન કહીએ, નપુંસકતા કહીએ. એ વાત તો ૪૭ શક્તિમાં છે ને? કે આત્મસ્વરૂપની રચના કરનારને વીર્ય કહીએ. અત્યારે મગજમાં-લક્ષમાં શું આવ્યું? કે વ્યવહાર ઈસમિતિનો વિકલ્પ છે તે વાસ્તવિક વીર્યના સામર્થ્યનું કાર્ય જ નથી. ગજબ વાત છે ને! કારણ કે સર્વજ્ઞ પ્રભુ એમ કહે છે કે વીર્ય તો એને કહીએ કે જે પોતાના અનંત ગુણનું નિર્મળપણું રચે, શુદ્ધપણાની પર્યાયમાં રચના કરે, વીતરાગી નિર્દોષ દશાને રચે અર્થાત્ આ નિશ્ચયસમિતિપણે પરિણામે તેને વીર્ય કહીએ. પણ રાગ-વિકલ્પ ઉઠે છે તેરૂપે થાય તે વીર્ય જ નહીં, તે તો નપુંસક વીર્ય છે. તે વિકલ્પ દોષ છે ને? અરે વ્યવહાર ઈર્યાસમિતિનો વિકલ્પ પણ દોષ છે ભાઈ! કારણ કે તેનાથી પણ વૃત્તિ ઉઠ છે, તે કાંઈ નિર્વિકલ્પ વસ્તુ નથી. તેવી રીતે પંચ મહાવ્રતના પરિણામનો વિકલ્પ પણ પ્રમાદ અને દોષ છે.
જે ત્રસ જીવોના ઘાતથી તેમ જ સ્થાવર જીવોના ઘાતથી સમસ્ત પ્રકારે દૂર
એ સમિતિ ત્રસ અને સ્થાવરના ઘાતથી તો દૂર વર્તે છે, પરંતુ તેને બચાવવાના | વિકલ્પથી પણ દૂર વર્તે છે એમ અહીં કહે છે. મતલબ કે આ છકાયના જીવ છે તેને ન મારું એવો વિકલ્પ જ તેમાં નથી. એ વિકલ્પ તો શુભરાગ છે. માટે તે વિકલ્પથી ભગવાન આત્માની સમિતિ – અંતરના આનંદસ્વરૂપને જોઈ-જાણી, માની અને ઠરવું એવી સમિતિ–દૂર છે.
જે ભવદાવાનળના પરિતાપરૂપી કલેશને શાંત કરનારી..'
અહોહો! એ રાગ ભવરૂપી દાવાનળ, કલેશ છે. અર્થાત્ ભવમાં તો રાગરૂપી દાવાનળ સળગે છે, રાગનો અંગારો સળગે છે. અરે! વ્યવહારસમિતિ કે જે વિકલ્પ છે તે— પણ રાગનો અંગારો છે. “રાગ આગ” એમ ‘છઢાળા'માં આવે છે ને?
યહ રાગ-આગ દહૈ સદા, તાતેં સમામૃત સેઈયે”. (છઠ્ઠી ઢાળ, પદ ૧૫) ‘છઢાળામાં પણ ઘણું નાખ્યું છે હોં. અહીં કહે છે કે રાગથી ભિન્ન ભગવાન આત્મા અમૃતસ્વરૂપ નિરાકુળ આનંદકંદ છે. માટે તે તરફની દશાના પરિણમનને આનંદ કહીએ. તે સિવાયનો ચાહે તો શુભરાગ હો તોપણ દાહ-આગ છે. આ વ્યવહાર ઈર્યાસમિતિનો