________________
ગાથા – ૬૧]
[૭૯
વિકલ્પ છે તે પણ, કહે છે કે, રાગ હોવાથી દાહ-અગ્નિ છે, કષાયની ભઠ્ઠી છે. અરે! જગતને હજુ તત્ત્વ શું છે, ધર્મ જેના આશ્રયે થાય તે કેવડો ને કેવો છે તેની પણ ખબર નથી અને તેને ધર્મ થઈ જાય એમ કેમ બને?
અહા! ધર્મ તો પર્યાય છે. પણ તે ધર્મ જેના આશ્રયે થાય તે કેવો છે? કે તે તો ત્રિકાળી દ્રવ્ય ને ગુણ છે. માટે ત્રિકાળી દ્રવ્ય-ગુણના ભાન વિના ધર્મરૂપ દ્રવ્યનું પરિણમન થાય શી રીતે? એટલે કે સ્વાશ્રય વિના શુદ્ધ પરિણમન થાય જ નહીં. તે વિના ઈર્યા, ભાષા આદિ સમિતિ વડે ગમે તે પરદ્રવ્યનો આશ્રય લે તોપણ વિકલ્પ થશે, પરાશ્રય ભાવ થશે, રાગ થશે, કષાય થશે, સમામૃતથી વિરૂદ્ધભાવ થશે. અરે! જગતને આ બેસવું કઠણ છે હો. જેને પ્રવૃત્તિના પરિણામનો રસ છે તેને નિવૃત્તસ્વભાવથી વિરૂદ્ધ રાગ તે દુઃખ છે' એમ બેસવું કઠણ છે. લ્યો, વ્યવહાર પંચ મહાવ્રત અને પાંચ સમિતિનો વિકલ્પ અંગારો છે, દાવાનળ છે; જ્યારે ભગવાન આત્મા અકષાયસ્વરૂપ પ્રભુ છે એમ કહે છે. તે જિનસ્વરૂપ વીતરાગી અમૃતથી ભરેલા એવા ભગવાન આત્માની સામું જોઈને તેનો
સ્વીકાર કરીને તેમ જ તેની શ્રદ્ધા કરીને તેમાં કરે છે તેને ભવદાવાનળના કલેશને શાંત કરનારી સમિતિ હોય છે. જુઓ, આમ કહીને એ નિશ્ચયસમિતિ તો રાગને ઓલવનારી છે, પણ રાગને ઉત્પન્ન કરનારી નથી એમ ભાઈ! કહે છે. અહા! શાંતસ્વરૂપ ભગવાન આત્મા શાંતરસ-અકષાયરસમય એવું જિનતત્ત્વ છે. આવા આત્માનો આશ્રય લેતાં જે સમિતિ પ્રગટ થાય તે તો, કહે છે કે, ભવદાવાનળને શાંત કરનારી છે. રાગરૂપી ઉદયભાવના–કે જે ભવદાવાનળ છે, સંસારનો દાવાનળ છે તેના–કલેશને આ સમિતિ શાંત કરનારી છે.
પ્રશ્ન:- શુભરાગ પણ દાવાનળ છે?
સમાધાન:- હા, તે પણ દાવાનળ છે. તેથી તો ‘છઢાળા'માં કહ્યું ને? કે “યહ રાગ-આગ દહૈ સદા.” તો, ત્યાં રાગ એટલે બન્ને શુભ અને અશુભરાગ. અરે! લોકો વિચારતા નથી અને પોતાની (દષ્ટિની) પક્કડ રાખીને તે પ્રમાણે શાસ્ત્રોના અર્થ કરે છે. તેથી તેમને સાચું સૂઝતું નથી, જેમ છે તેમ સૂઝતું નથી તેમ જ શાસ્ત્રના અર્થનો અનર્થ થઈ જાય છે.
અરે! અજ્ઞાની રાગમાં આનંદ માને છે. પણ ત્યાં આનંદ છે કયાં? એ તો દુ:ખરૂપ છે. શુભરાગ હોય તોપણ દુઃખરૂપ છે, અગ્નિ છે. આત્માના અમૃતસ્વરૂપથી તે વિરૂદ્ધભાવ છે. અતદ્રિય આનંદનો નાથ ભગવાન આત્માથી શુભભાવ ઉલટો છે, માટે દુઃખરૂપ