________________
૧૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પ્રશ્ન:- વ્યવહારસમિતિથી જીવયા તો પળાય?
સમાધાન:- વ્યવહારસમિતિથી જીવદયા પળાતી જ નથી. તેનાથી જીવદયા પળાય છે તે વાત જ ખોટી છે. કેમ કે પરજીવની દયા તો પરના કારણે પળાય છે. (પરજીવનું જીવવું તો તેના કારણે છે). તે પરજીવના આયુષ્યની સ્થિતિ હોય તો તે જીવે છે, પણ આ જીવનો (બચાવવાનો) ભાવ થયો કે તેને બચાવું માટે તે બીજો જીવ બચે છે એમ છે નહીં. આવી વાત છે ભગવાન!
પ્રશ્ન:- મુનિ પ્રમાદથી ગમે તેમ ચાલે તો?
સમાધાન:- પણ મુનિ પ્રમાદપૂર્વક ચાલે જ નહીં ને! પ્રમાદપૂર્વક ચાલતા જ નથી ને! તેમને પ્રમાદ હોય જ નહીં. જ્યાં અપ્રમતદશા પ્રગટ થઈ છે—અપ્રમત પરિણતિ પરિણમી છે—ત્યાં પ્રમાદ કેવો? આવી વાત છે! આકરું કામ છે.
અહા! ઈર્યા સિમિત એટલે જોઈને ચાલવું, ભાષા સમિતિ એટલે વિચારીને બોલવું વગેરે એવો બધો રાગ-વિકલ્પ જ પોતે પ્રમાદદશા છે. કેમ કે ત્યારે છઠ્ઠું (પ્રમત્ત) ગુણસ્થાન હોય છે. હવે એ પ્રમાદને વ્યવહાર—માત્ર વ્યવહાર જ હો - ક્યારે કહેવાય તે અહીંયા સિદ્ધ કરવું છે કે જ્યારે પૂર્ણાનંદનો નાથ અંતરસ્વરૂપ ભગવાન આત્મા અપ્રમતપણે આશ્રયમાં આવ્યો ત્યારે વ્યવહાર હોય છે. પોતાનું સ્વરૂપ જ અપ્રમત એટલે કે મુક્ત છે. તો અંદરમાં મુક્તસ્વરૂપપણે રહેલા એ અબદ્વસ્વભાવનો આશ્રય લઈને જે અબદ્ધ પરિણામે પરિણમે છે તેને નિશ્ચયસમિતિ હોય છે. અને તે ભૂમિકામાં વિકલ્પ હોય તેને વ્યવહારસમિતિ કહેવામાં આવે છે. પરંતુ આવી નિશ્ચયસમિતિ જેને હોય તેને વ્યવહારસમિતિ હોય હો ! ભારે વાત !
જુઓ, આ શરીરનો એક રજકણ પણ આમ ચાલે છે કે આમ થાય છે તે તેના (શરીરના) પોતાના કારણે છે. પણ આત્માના કારણે બીલકુલ નહીં. આ શરીર તો અનંત પરમાણુનો પીંડ-દળ છે. તે અનંત પરમાણુમાંના પ્રત્યેક પરમાણુ પોતાના સ્વકાળે જે પર્યાયે પરિણમે છે તે પોતાથી પરિણમે છે, પણ આત્માને લઈને નહીં. (હા), આત્માને વિકલ્પ આવે કે જોઈને ચાલું, પરંતુ એ કારણે શરીરની ગતિ સરખી થાય એમ નથી. આવી વાતો છે બાપુ!
‘ઉત્પાવવ્યયધ્રૌવ્યયુ સત્’ નો અર્થ શું થયો ? કે પ્રત્યેક પરમાણુ અને પ્રત્યેક આત્મા પોતાની વર્તમાન અવસ્થાપણે ઉપજે છે—ઉત્પાદ, પૂર્વની અવસ્થાએ નાશ