________________
ગાથા – ૬૧]
[૭૩
છે. અહા ! આ તો નિજ લક્ષ્મીની વાત ચાલે છે. તે સિવાય બહારમાં ધૂળમાંય નિજ લક્ષ્મી નથી. તેથી તો અહીં કહ્યું ને? કે કંચન ને કામિનીનો સંગ છોડ. (શ્લોક ૮૧) કેમ કે તે ભવભયના કરનારા છે.
અહીં કહે છે કે ભગવાન આત્મા એક સેકંડના અસંખ્યમા ભાગમાં પૂર્ણ ધ્રુવ છે. અનંત-અનંત પર્યાયનો એકરૂપ પીંડ એવો એક-એક ગુણ છે અને એવા અનંત ગુણનું એકરૂપ તે ધ્રુવ છે. આવો ચૈતન્યચમત્કાર ભગવાન આત્મા છે તેને જેવો-જાણવો સ્વીકારવો અને તેમાં કરવું તેનું નામ યથાર્થ ઈસમિતિ કહેવામાં આવે છે. ગજબ વાત છે! અરે! લોકોને પરમ સત્ય શું છે તે વાત બેસવી કઠણ પડે છે. એકલી વ્યવહારની જ વાત તેઓ જાણે છે, માટે અહીં નિશ્ચય સમિતિની વાત લીધી છે. અહા! વ્યવહાર ઈર્યાસમિતિનો રાગ-વિકલ્પ ઉઠ છે એ બંધનું કારણ છે. જ્યારે વસ્તુ એવી (બંધસ્વરૂપ) નથી. વસ્તુ તો અબંધસ્વરૂપ ભગવાન છે. જુઓ ને! કેવી શૈલી કરી છે!
પ્રશ્ન:- તો પછી બાહ્યસમિતિની ચર્ચા શા માટે?
સમાધાન:- એ તો એવો (-જોઈને ચાલવાનો) વિકલ્પ હોય છે તેમ તેને જણાવવા માટે છે. પરંતુ વિકલ્પને જાણીને આદરવો નહીં. તે સમયે શરીરની ગતિ થાય તે પણ કાંઈ આત્માની ગતિ નથી, જડની ગતિ છે. તેમ જ બાહ્યમાં જેવું એ પણ પરનું જેવું છે અને પરને જોવાનો ભાવ પરાવલંબી જ્ઞાન છે. માટે તેને પણ આદરવો નહીં.) અરે! વસ્તુ સ્થિતિ આવી છે – સત્યનું સ્વરૂપ આવું છે ત્યાં બીજું શું થાય?
અહા! સમિતિ એટલે સ+ ઈતિ=સમ્યક પ્રકારે ઈતિ-ગતિ. એટલે કે ત્રિકાળી ભગવાન આત્માનું જેવું પૂર્ણ આનંદ ને પૂર્ણ ચૈતન્યસ્વભાવના સામર્થ્યરૂપ તત્ત્વ છે તેવું - જેવો તેનો ચૈતન્ય ચમત્કાર છે તેવું – પરિણમન થવું. બીજી રીતે કહીએ તો, સત્ જે વસ્તુ છે તેનું આખું સત્ત્વ એટલે તેનો પૂર્ણ સ્વભાવ. તે પૂર્ણ સ્વભાવમાં અપૂર્ણતા પણ ન હોય ને વિપરીતતા પણ ન હોય. તો, આવો જેનો ત્રિકાળ અબદ્ધ-મુક્તસ્વભાવ છે તેને ચૈતન્ય કહીએ. તે ચૈતન્યને અંદર જેવો, તેને જાણીને તેનો સ્વીકાર કરવો અને તેનો સ્વીકાર કરીને તેમાં ઠરવું અર્થાત્ જેવું ત્રિકાળી ધ્રુવનું શુદ્ધ સ્વરૂપ છે તેવું શુદ્ધરૂપે સમ્યફ પરિણમન થવું–વીતરાગી દશા થવી – આનંદની દશારૂપે પરિણમન થવું – તેને સમિતિ કહેવામાં આવે છે. આ નિશ્ચયસમિતિ વિના તેના બધાય વ્યવહાર થોથા છે એમ બતાવવા માટે આ નિશ્ચય સમિતિ વર્ણવે છે. નહીંતર આ અધિકાર તો વ્યવહાર સમિતિનો છે, વ્યવહારચારિત્રનો છે.