________________
૭૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા! આખી દુનિયા ગમે તેવી હો, તે તેની પાસે રહી. ભગવાન આત્મા તો પૂર્ણ ચૈતન્યચમત્કારમય છે એમ અહીં કહે છે. તે ચૈતન્ય ચમત્કારની સાથે આનંદચમત્કાર, શ્રદ્ધાચમત્કાર, વીર્યચમત્કાર વગેરે એવા અનંત-અનંત ગુણના પણ ચમત્કારસ્વરૂપ તે ભગવાન આત્મા છે. તો તેને જોઈને, માનીને સમ્ ઈતિ–જેવું સ્વરૂપ છે તેવું પરિણમન કરવું તેનું નામ મુક્તિકાન્તાની સખી એવી સમિતિ છે. મુક્તિનું કારણ એવી એ સમિતિ મુક્તિની સખી છે અને મુક્તિએ તેનો હાથ ઝાલ્યો છે તેથી તેની મુક્તિ થવાની જ છે. લ્યો, સમિતિ આને કહેવાય. જુઓ, આમાં વ્યવહાર સમિતિના વિકલ્પની વાત પણ લીધી નથી. હવે આવી જેને હજુ ખબર પણ નથી કે સમિતિ કોને કહેવાય? સમિતિ કેવી રીતે પરિણમે? ક્યાંથી પરિણમે? સમિતિ પરિણમે તો શું સ્થિતિ હોય? અને કોને મુક્તિનું કારણ-મુક્તિની સખી કહેવાય? – તેને સમિતિ ક્યાંથી પ્રગટે? વાતો ભારે છે! આ અમૃતથી ભરેલા મોટા કલશ છે હો.
શ્લોક - ૮૨ ઉપરનું પ્રવચન છે ‘જે (સમિતિ) મુનિઓને શીલનું (-ચારિત્રનું) મૂળ છે.”
જે સમિતિ = ઉપર (શ્લોક ૮૧ માં) કહી તે નિશ્ચયસમિતિ. પૂર્ણસ્વરૂપ ભગવાન આત્માનું—કે જે શુદ્ધ ધ્રુવ ચૈતન્ય છે તેનું – પરિણમન, તેની ગતિ તે નિશ્ચય સમિતિ છે. જ્યારે વ્યવહાર ઈર્યાસમિતિ એટલે જોઈને ચાલવાનો વિકલ્પ અને એ બહારની વાત છે, પણ કાંઈ નિશ્ચયસમિતિ નથી. તેમ જ એ તો શુભ વિકલ્પને સમિતિનો આરોપ આપ્યો છે. યથાર્થ ઈર્યાસમિતિ તેને કહીએ કે જોઈને ચાલવું. એટલે કે સામાન્ય અખંડ અભેદરૂપ ચીજ જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્યચમત્કાર છે તેને સ્વીકારીને—જોઈને ને શ્રદ્ધા કરીને–તેમાં પરિણમન કરવું તેનું નામ ભગવાન ઈર્યાસમિતિ કહે છે.
અહા! કેવળી ભગવાનને જે અનંત-અનંત કેવળજ્ઞાન ને અનંત-અનંત આનંદાદિ પ્રગટ્યા છે એ પર્યાય છે. એવી-એવી અનંત કેવળજ્ઞાન પર્યાય ને અનંત આનંદ પર્યાય આદિનો અંદરમાં જે ધ્રુવ સમુદાય છે – જ્ઞાન ને આનંદાદિના સમુદાયનો જે પીંડ છે - તે ચૈતન્ય ચમત્કાર છે. આવા ચૈતન્યચમત્કારનો સ્વીકાર-સત્કાર તે સમિતિ છે. પરંતુ તેના તરફ જ્યારે પર્યાય વળે ત્યારે તેનો સ્વીકાર ને સત્કાર કર્યો એમ કહેવામાં આવે