________________
ગાથા – ૬૪].
[૧૪૫
હવે, છઠ્ઠા ગુણસ્થાનવાળાની વાત કરતાં પહેલાં નિશ્ચય સમિતિની—સાતમા ગુણસ્થાનવાળાની – વાત કરે છે. નીચે ફૂટનોટ છેઃ
‘ઉપેક્ષાસંયમી = ઉપેક્ષાસંયમવાળા મુનિ. (ઉત્સર્ગ, નિશ્ચયનય, સર્વપરિત્યાગ, ઉપેક્ષાસંયમ, વીતરાગચારિત્ર અને શુદ્ધોપયોગ–એ બધાં એકાર્ય છે.) (૧) પહેલાં (ઉપર કહ્યા તે અપહતસંયમી) અપવાદી મુનિ છે, જ્યારે આ ઉપેક્ષાસંયમી
ઉત્સર્ગ મુનિ છે. (૨) પહેલાં (ઉપર કહ્યા તે અપહૃતસંયમી) છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાના વિકલ્પવાળા
વ્યવહારનયવાળા મુનિ છે, જ્યારે આ ઉપેક્ષાસંયમી નિશ્ચયનયવાળા મુનિ છે. અહા! જેનો ઉપયોગ અંદર ઠરી ગયો છે – જે શુદ્ધોપયોગમાં રમે છે – તેને નિશ્ચયનયના
સાધુ કહીએ. લ્યો, આ, છઠ્ઠા ને સાતમા ગુણસ્થાન વચ્ચેની રમતની વાતો છે. (૩) અપહૃતસંયમીને છઠ્ઠા ગુણસ્થાનના શુભરાગમાં અશુભરાગનો ત્યાગ છે, પણ
શુભરાગનો ત્યાગ નથી અર્થાત્ તેમને હજુ રાગનો અંશે ત્યાગ છે. તેથી તેમને એકદેશપરિત્યાગ મુનિ કહ્યા છે. જ્યારે ઉપેક્ષાસંયમીને સર્વ રાગનો ત્યાગ છે, તેથી તેમને સર્વપરિત્યાગ મુનિ કહ્યા છે. તેઓ તો શુભરાગનો પણ ત્યાગ કરીને
શુદ્ધોપયોગમાં રમે છે. માટે તેમને સર્વપરિત્યાગ મુનિ કહ્યા છે. (૪) અપહૃતસંયમીને અપહૃતસંયમવાળા કહેવાય છે, જ્યારે આ ઉપેક્ષાસંયમીને ઉપેક્ષા
સંયમવાળા કહેવાય છે. તેમને કાંઈ અપેક્ષા રહી નથી, સર્વથી ઉપેક્ષા થઈ ગઈ છે. અરે! શુભરાગની પણ અપેક્ષા રહી નથી. તેથી તેમને જુઓ ને! “ઉપેક્ષાસંયમ’ કહ્યો છે ને? અહા! ત્યાં રાગાદિ સર્વની ઉપેક્ષા છે, પણ કોઈ અપેક્ષા રહી નથી. માટે ઉપેક્ષાસંયમ છે. જ્યારે છઠે ગુણસ્થાને રાગની થોડી અપેક્ષા રહી છે (-શુભરાગ રહ્યો છે), તેથી તે—અપેક્ષા રહે તે—ઉત્સર્ગ માર્ગ નથી. ગજબ વાત છે ને! સંતોની કથની ગજબ છે. અહા! અનાદિ સનાતન વીતરાગ પંથનો પ્રવાહ આ છે. આમાં કાંઈપણ ફેરફાર કે ઓછું-વતું કરશે તો માર્ગ નહીં રહે. આવો માર્ગ છે!
આવી વાત છે. (૫) અપહતસંયમીને સરાગચારિત્રવાળા કહેવાય છે, જ્યારે ઉપેક્ષાસંયમીને
વીતરાગચારિત્રવાળા કહેવાય છે. તથા (૬) અપહતસંયમીને શુભોપયોગી કહેવાય છે, જ્યારે ઉપેક્ષાસંયમીને શુદ્ધોપયોગી
કહેવાય છે.