________________
૧૪૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
- શ્વેતાંબરમત તો સાધુને ચૌદ ઉપકરણ ઠરાવે છે. પણ તે બધું ગપગપ (-કલ્પના) છે. સ્થવરકલ્પી સાધુ હોય કે જિનકલ્પી સાધુ હોય, તેમને વસ્ત્ર-પાત્રનો ત્યાગ જ હોય છે. કેમ કે મુનિ જ એને કહીએ કે જેમને વસ્ત્રનો ધાગો કે પાત્ર નથી, પણ નગ્નદશા છે; તેમ જ ર૮ મૂળગુણનો વિકલ્પ તથા તેની સાથે સર્વ સંયમ ને શુદ્ધજ્ઞાન અંદરમાં વર્તે છે. હવે કહે છે કે, જે તેમને આવો–શાસ્ત્રાદિ લેવા-મૂકવાનો — વિકલ્પ ઉઠ છે તો વ્યવહારી સાધુ, આમ્રવવાળા સાધુ, શુભોપયોગી સાધુ, અપહૃતસંયમી સાધુ કે એકદેશયાગી સાધુ કહેવાય છે અને જે મુનિ અંદર શુદ્ધોપયોગમાં વર્તે છે તેમને નિશ્ચયનયવાળા સાધુ, ઉત્સર્ગી સાધુ, વીતરાગી સાધુ કે સર્વદશત્યાગી સાધુ કહેવાય છે. જુઓ, આવું સાધુપણું છે!
અહા! જે ગ્રંથમાંથી નીકળી ગયા છે (જેમને પરિગ્રહ છૂટી ગયો છે, તેમને નિગ્રંથ કહીએ અને અંતરમાં પરિગ્રહની મમતા હોયા વિના બાહ્યમાં પરિગ્રહ રહે એમ બને નહીં અર્થાત્ પરિગ્રહની મૂછનો ભાવ અંતરમાં ન હોય ને બાહ્યમાં વસ્તુ (પરિગ્રહ) રહે એમ બને નહીં. માટે જ્યાં સુધી પરિગ્રહનું મન-વચન-કાયથી કરવું-કરાવવું-અનુમોદન ન છૂટે ત્યાંસુધી મુનિપણું આવે નહીં. આ વિષે “મોક્ષમાર્ગ પ્રકાશકમાં બહુ સરસ કહ્યું છે. ત્યાં પ્રશ્ન કર્યો છે કે મુનિને પરિગ્રહ છે, પણ તેની મમતા નથી. તેના ઉત્તરમાં (પં. ટોડરમલજીએ) કહ્યું કે પરિગ્રહની મમતા તો સમ્યગ્દર્શનમાં પણ નથી કે રાગ મારો છે અને વસ્ત્ર મારાં છે. જ્યારે અહીં મુનિપણામાં તો સ્થિરતા પ્રગટી છે. તે અંદર સ્થિરતામાં એટલી વીતરાગતા હોય છે કે મુનિને વિકલ્પ ઉઠે છે તે મર્યાદિત હોય છે. (-પાંચમો અધિકાર, શ્વેતાંબરમત નિરાકરણ પ્રકરણ.) આહાર લેવો, જ્ઞાન અને સંયમના ઉપકરણ લેવા-મૂકવા વગેરેનો બસ-ક્ત એટલો–વિકલ્પ મુનિને હોય છે. મુનિને એટલી મર્યાદાનો જ આસ્રવ હોય છે. જો તેથી વધારે આસ્રવ કોઈને હોય અને તેને મુનિ માને તો તે જીવને મુનિના આસવનું પણ ભાન નથી, મુનિના સંવરનું પણ ભાન નથી ને મુનિને અજીવનો સંયોગ કેટલો ઘટી ગયો છે તેનું પણ ભાન નથી. તે નવે તત્ત્વની શ્રદ્ધાથી વિરુદ્ધ છે. અહીં તો એવી વાત છે ભાઈ!
કોઈને વસ્ત્ર-પાત્રનો સંયોગ હોવા છતાં જે મુનિપણું માને તો તેને (૧) મુનિને અજીવનો કેટલો સંયોગ રહ્યો હોય તેની ખબર નથી, (૨) મુનિને આસવરૂપ વિકલ્પ કેટલી મર્યાદાનો હોય તેની ખબર નથી,